લિંબાયતના મહાદેવનગરમાં રાતે બખેડો: ઘરમાં થતા ઝઘડા માટે પુત્રની પૂર્વ પ્રેમિકાને જવાબદાર ગણી તેના માથામાં પાઇપ ફટકાર્યો

0
88

[ad_1]


– પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થતા પડોશમાં રહેતી પુર્વ પ્રેમિકા ઘરની બહાર આવી ત્યારે તું જ અમારા ઘરના ઝઘડાનું કારણ છે કહી પિતા-પુત્રનો હુમલો

સુરત
લિંબાયતની મહાદેવનગર સોસાયટીમાં પિતા-પુત્ર વચ્ચે થઇ રહેલા ઝઘડામાં પડોશમાં રહેતી પુત્રની પૂર્વ પ્રેમિકા કારણભૂત હોવાનો આક્ષેપ કરી પિતા-પુત્રએ લોખંડના પાઇપ વડે હુમલો કરી માથામાં ગંભીર ઇજા પહોંચાડી હત્યાનો પ્રયાસ કર્યાની ફરીયાદ લિંબાયત પોલીસમાં નોંધાય છે.
લિંબાયતના માનવ કેન્દ્ર નજીક મહાદેવનગર સોસાયટી ઘર નં. ઇ 125 માં રહેતી નીશા રામદાસ ખારે (ઉ.વ. 25) ગત રાત્રે જમ્યા બાદ પિતા અને પરિણીત મોટી બહેન રાજેશ્રી હર્ષલ દિવાને સાથે ઘરમાં બેઠી હતી. ત્યારે બુમાબુમનો અવાજ સાંભળી ત્રણેય જણા ઘરની બહાર દોડી જઇ નજર કરતા પડોશમાં ઘર નં. ઇ 127 માં રહેતા સચીન જગદાણે અને તેના પિતા પ્રકાશ જગદાણે વચ્ચે ઝઘડો થઇ રહ્યો હતો. દરમિયાનમાં પ્રકાશે નીશા તરફ જોઇને કહ્યું હતું કે અમારા ઘરના ઝઘડાનું કારણ તું જ છે, સચીને પણ આ નિશાડીના કારણે જ આપણા ઘરમાં ઝઘડા થાય છે. જેથી રાજેશ્રી અને તેના પિતાએ નીશાને કેમ બદનામ કરો છો એવું કહેતા પિતા-પુત્ર ઉશકેરાય ગયા હતા અને તેમની સાથે ઝઘડો કર્યો હતો. ત્યારે પ્રકાશ લોખંડનો પાઇપ લઇ ઘસી આવી નિશાના માથમાં બે ઘા મારી દીધા હતા અને સચીને પણ પપ્પા એને પતાવી દો, એણે મારી જીંદગી ખરાબ કરી નાંખી છે. ઘટનાને પગલે પડોશીઓ દોડી આવતા પિતા-પુત્ર ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત નીશાને તુરંત જ સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નીશા અને સચીન વચ્ચે પ્રેમસંબંધ હતો પરંતુ તેઓ વચ્ચે વારંવાર ઝઘડા થતા હોવાથી નીશાએ સંબંધ કાપી નાંખ્યા હતા. જેથી સચીનના ઘરમાં થતા ઝઘડા માટે નીશા કારણભૂત હોવાનું કહી ગંભીર ઇજા પહોંચાડી હત્યાનો પ્રયાસ કર્યો હતો.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here