આજથી ૨૫ નવેમ્બર સુધી અમદાવાદમાં આજથી હેરીટેજ મકાનના રીસ્ટોરેશન અંગે કેમ્પ યોજાશે

0
324

[ad_1]

     

  અમદાવાદ,ગુરુવાર,18 નવેમ્બર,2021

દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૯થી ૨૫ નવેમ્બર સુધી અમદાવાદમાં
વર્લ્ડ હેરીટેજ સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે.સાત દિવસ દરમ્યાન અમદાવાદમાં
આવેલા હેરીટેજ મકાનોના માલિકોને તેમના મકાનના રીસ્ટોરેશન  અંગે સમજુત કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા
કેમ્પનું આયોજન કરવામાં આવશે.

અમદાવાદ વર્લ્ડ હેરીટેજ ટ્રસ્ટના આશિષ ત્રાંબડીયાની મળેલી
પ્રતિક્રીયા મુજબ
,શહેરમાં
આવેલા હેરીટેજ મકાનના રીપેરીંગ અને રીસ્ટોરેશન માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરુ
કરવામાં આવી છે.આ સિસ્ટમ હેઠળ અગાઉ જે તે હેરીટેજ મકાનના માલિકને અલગ અલગ પ્રકારના
દસ્તાવેજો લાવવા પડતા હતા.આ પ્રક્રીયાને સરળ કરી પ્લાન પાસ કરવામાં આવશે.આ અંગે ૧૯
થી ૨૫ નવેમ્બર દરમ્યાન બપોરે ત્રણથી પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશનના એ બ્લોકમાં
કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ ઉપરાંત શહેરમાં આવેલી આર્કીટેકચર કોલેજોમાં અભ્યાસ કરનારા
પાસેથી હેરીટેજના થીમ આધારીત અલગ અલગ ડીઝાઈન તૈયાર કરાવવામાં આવશે.જે પૈકી શ્રેષ્ઠ
ડીઝાઈનને પુરસ્કૃત કરવામાં આવશે.લાખા પટેલની પોળ
,સાંકડી શેરી ખાતે થીમ આધારીત ક્રાફટ કોર્નર એકિઝિબિશન
યોજવામાં આવશે.તેમજ વાદ્ય શ્રેણીમાં અલગ અલગ વાદ્ય ઉપરના કાર્યક્રમ યોજાશે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here