[ad_1]
હાલ સિંહણ પ્રવાહી લે છે, એકવાર ખાવાનું શરૂ કરે તે પછી ચિંતા દૂર થશે
વડોદરા: વડોદરાના કમાટી બાગ માં આવેલ પ્રાણીસંગ્રહાલયમાં એક સિંહણને મોં પર દાઢી ના નીચેના ભાગમાં ડાબી બાજુ વાગી જતાં તે પરેશાન છે, અને લગભગ છેલ્લા દસેક દિવસથી ખોરાક પણ લેતી નથી. હાલ તે માત્ર પ્રવાહી ચાલે છે. તબિયત અંગે પ્રાણીસંગ્રહાલયના સત્તાધીશો ચિંતામાં મુકાયા છે. જોકે તે એકવાર ખોરાક લેવાનું શરૂ કરે તે પછી સત્તાધીશો નિશ્ચિંત બની જશે. ગેલ નામની આ સિંહણને ચાલુ મહિનાના પ્રારંભે જ વાગી ગયું હતું. પિંજરામાં લાકડાનું માંચડા જેવું બનાવેલું છે. આની આસપાસ સિંહણને રમત રમવાની ખૂબ જ મજા આવે છે .રમત દરમિયાન તેને લાકડાનો કોઈ ભાગી ગયો હશે .દાઢી પાસે તેને વાગ્યા બાદ લોહી નીકળતા પોતાના નખ મારીને ખંજવાળતાં ઘા વધુ ગંભીર બની ગયો હતો. તેમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું. સિંહણને ડ્રેસિંગ કરવા છતાં હાલત નહીં સુધરતા છેવટે આણંદ થી વેટરનરી કોલેજના સર્જરી વિભાગના ડોક્ટરને બોલાવ્યા હતા. જેણે જ્યાં વાગ્યું છે ત્યાં સર્જરી કરી ટાંકા લીધા હતા. સિંહ અને સિંહણ વચ્ચે ઝઘડો પણ થયો નથી. જો ઝઘડો થયો હોય તો ઘા ઉપર દાંતના નિશાન હોય. તેને હજી એન્ટીબાયોટિક અને પ્રવાહી ખોરાક અપાય છે, પરંતુ સિંહણ હજુ નકકર ખોરાક ખાતી નથી. પ્રાણીસંગ્રહાલયના અગાઉના ઇતિહાસ જોતાં સિંહ 15 થી 20 દિવસ ભૂખ્યા રહ્યા હોવાનું જણાયું છે. ગેલ સાથે કુવર સિંહ ની જોડી જુનાગઢ થી વર્ષ 2010માં લવાઈ હતી. હાલ બંનેની ઉંમર તેર વર્ષની છે. બંને ને પિંજરામાં સાથે રાખવામાં આવ્યા છે. સહેલાણીઓને હાલ સિંહણ બતાવતી નથી.
[ad_2]
Source link