[ad_1]
ભરૂચ: લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભરૂચ તાલુકાના સિંધોત અને નિકોરા ગામ વચ્ચેના રોડ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે કાર અને દારુના જથ્થા સાથે અઢી લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે સિંધોત અને નિકોરા ગામ વચ્ચે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની અલ્ટો કાર નંબર જીજે 19 એએફ 0434ની અટકાવીને તપાસ કરતાં ભારતીય બનાવટનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કારમાં 480 નંગ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે આ દારૂના જથ્થા સાથે બકાપુર, નવીનગરી તાલુકો- કરજણ જિલ્લો-વડોદરાને ઝડપી પાડ્યો હતો. જ્યારે કલ્લાબચર તાલુકો – કરજણ જિલ્લો- વડોદરાને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે 48 હજારના દારુ, એક નંગ મોબાઈલ તેમજ અલ્ટો કાર મળી કુલ અઢી લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
[ad_2]
Source link