[ad_1]
રાંદેર પોલીસના હત્યા કેસમાં કેદીને લાજપોર જેલમાંથી મુદ્દતે લાવવામાં આવ્યો હતો, પત્નીને મુલાકાત આપવાનો ઇન્કાર કરતા ધમકી આપી
(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરૂવાર
લાજપોર જેલમાંથી કોર્ટ મુદ્દતે લાવવામાં આવેલા હત્યા કેસના આરોપીને તેની પત્ની સાથે મુલાકાત આપવાનો ઇન્કાર કરનાર જાપ્તાના પોલીસકર્મીઓને હું ચાર મર્ડર કરીને આવ્યો છું, એક વધારે મર્ડર કરીશ તો મને કોઇ ફરક નથી પડવાનો અને કોર્ટ પણ મારૂ કંઇ બગાડી લેવાની નથી તેવી ધમકી આપ્યાની ફરીયાદ ઉમરા પોલીસમાં નોંધાય છે.
લાજપોર જેલમાં કેદ રાંદેર પોલીસના હત્યા કેસના કાચા કામના કેદી મોહમદ તુફેલ ઉર્ફે કોયલા કાસાઢ શેખની મુદ્દત હોવાથી પોલીસ જાપ્તા સાથે અઠવાલાઇન્સ સ્થિત નવી કોર્ટ બિલ્ડીંગમાં લાવવામાં આવ્યા હતા. જયાં કેદીની પત્ની વીરી મોહમદ તુફેલ કાશાઢ શેખ મળવા આવી હતી. પરંતુ જાપ્તાના એએસઆઇ વિપીન પ્રભુભાઇ પટેલ સહિતના પોલીસ જવાનોએ મુલાકાત આપવાનો ઇન્કાર કર્યો હતો. જેથી મોહમદ તુફેલ અને તેની પત્ની વીરી મોહમદ તુફેલ કાશાઢ શેખ જાપ્તાના પોલીસકર્મીઓને ગાળો આપી હતી. જયારે મોહમદ તુફેલે પોલીસકર્મીઓને ધમકી આપતા કહ્યું હતું કે હું ચાર મર્ડર કરીને આવ્યો છું, એક વધારે મર્ડર કરી નાંખીસ તો મને કોઇ ફરક નહીં પડે, આમ પણ હું જેલમાં જ રહેવાનો છું અને તમને પણ મારી સાથે ઉપર મોકલી આપીશ, કોર્ટ પણ મારૂ કંઇ બગાડી લેશે નહીં. જેને પગલે એએસઆઇ વિપીને મોહમદ તુફેલ અને તેની પત્ની વિરૂધ્ધ સરકારી ફરજમાં રૂકાવટની ફરીયાદ નોંધાવી હતી.
[ad_2]
Source link