વડોદરા: સયાજી હોસ્પિટલમાં તોડફોડ કરનાર હુમલાખોર ત્રિપુટીની ધરપકડ

0
140

[ad_1]

વડોદરા શહેરમાં મારામારી દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા દર્દીને સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમા ખસેડાયા બાદ સ્થળ પર પહોંચેલા હુમલાખોરોએ દર્દીના મિત્રો અને સગા-સંબંધીઓ સાથે બોલાચાલી કરી હોસ્પિટલમાં જ છુટા હાથની મારામારી કરી તોડફોડ કરવા મામલે રાવપુરા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે .

ગઈકાલે ૧૦૮ એમ્બ્યુલન્સમાં દર્દી કેફ જમાલુદ્દીન અન્સારી ( રહે –  તુલસીવાડી અશોક નગર ,વડોદરા) ને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેની સાથે તેના સગા સંબંધીઓ અને મિત્રો પણ  પહોંચ્યા હતા . તે સમયે કેટલાક અન્ય વ્યક્તિઓ તાત્કાલિક વિભાગમાં ઘસી જઈ દર્દીના મિત્રો સાથે અપશબ્દો બોલી મારામારી કરી હતી. જેમાં એમ.એલ.ઓ. ઓફિસ નજીકનો દરવાજાનો કાચ તૂટી ગયો હતો. સ્થળ પર દોડી આવેલા સિક્યુરિટી ગાર્ડે હુમલાખોર મોહમ્મદકામિલ અબ્દુલકલામ શેખ , આફતાબમહંમદ ઉવેશ શેખ અને સલાઉદ્દીન અબ્દુલહમીદ અન્સારી (ત્રણેવ રહે-  અશોક નગર , તુલસીવાડી, વડોદરા) ને ઝડપી પાડી રાવપુરા પોલીસને હવાલે  કર્યા હતા . રાવપુરા પોલીસે આરોપીઓ વિરુદ્ધ સરકારી મિલકતના દરવાજાનો કાચ તથા ફર્નિચર તોડી આશરે રૂપિયા 14 હજારનું નુકસાન પહોંચાડવા તથા મારામારી, ધાક-ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here