[ad_1]
ભુજ,બુધવાર
ભુજ શહેરી વિસ્તારમાં ડેંગ્યુ અને ચિકન ગુનિયા રોગ વકરતા આજે શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં ભુજ તાલુકા ઉપરાંત અન્ય તાલુકાની ૧૧૮ સર્વે ટીમો તાથા ફોગીંગની ૧૦ ટીમો બનાવી ફીવર સર્વેલન્સ, મચ્છર ઉત્પતિ અટકાયત માટે પોરાનાશક કામગીરી અને આરોગ્ય શિક્ષણની પ્રવૃતિઓ હાથ ધરવા બીજી વખત ખાસ ઝુંબેશ આજે હાથ ધરાઈ હતી જેમાં શહેરના ૩૪૪ ઘરોમાં મચ્છર ઉત્પતિ સૃથાન મળી આવ્યા હતા.
૩૬૩૯૧ પાણી ભરવા માટે ઉપયોગમાં લેવાતા પાત્રોની તપાસ કરાતા ૪૦૦થી વધુ મચ્છર ઉત્પતિ સ્થળોમાં મચ્છરના લારવા પોઝીટીવ જણાયા
આજ રોજ હાથ ધરાયેલ સર્વેક્ષણ દરમિયાન ૯૫૩૯ ઘરોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાંથી ૩૪૪ ઘરોમાંથી મચ્છરોના ઉત્પતિ સૃથાન મળી આવતા પોરાનાશક કામગીરી દ્વારા તેને સલામત બનાવવાની સાથે લોકોને મચ્છર ઉત્પતિ શક્યતા અટકાવવા માગદર્શન આપવામાં આવ્યુ હતુ. ૩૮ હજારાથી વધુ વસ્તી અને ૯ હજારાથી વધુ ઘરોને આવરી લઈને આ વ્યાપક કામગીરી કરાઈ હતી. ૩૬૩૯૧ પાણી ભરવા માટે ઉપયોગમાં લેવાતા પાત્રોની તપાસ કરીને ૪૦૦થી વધુ મચ્છર ઉત્પતિ સૃથળો મચ્છરના લારવા માટે પોઝીટીવ જણાઈ આવ્યા હતા. જે પૈકી ૯૬૪૦ પત્રોમાં પોરાનાશક દવાનો છંટકાવ દ્વારા સલામત બનાવાયા હતા. સાથે ચેપી મચ્છરોના નાશ માટે અસરગ્રસ્ત વિસ્તારના ૪૦૧ ઘરોમાં ઈન્ડોર ફોગીન્સની કામગીરી કરાઈ હતી. તેની સાથે ઘર તપાસ દરમિયાન મળી આવેલા તાવના કેસોમાં લેબોરેટરી તપાસ માટે ૪૬ લોકોના લોહીના નમુના લઈને પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. જિલ્લા આરોગ્ય અિધકારી દ્વારા લોકોને મચ્છરોની ઉત્પતિ અટકે તે માટે તકેદારીના જરૃરી પગલા લઈ અઠવાડીયમાં એક દિવસ ‘ સુકો દિવસ’ તરીકે પાળવા માઈક દ્રારા પ્રચાર કરી અનુરોધ કરાયો હતો.
૩ સ્થળોએ નોટીસ પાઠવાઈ, એક જગ્યાએ દંડ વસુલાયો
આ ઝુંબેશ દરમિયાન મચ્છર ઉત્પતિ અટકાવવાની કામગીરી દરમિયાન જરૃરી સહકાર ન આપે તો તેવા સંજોગોમાં ગુજરાત વેકટર બોર્ન ડીસીઝ રેગ્યુલેશન ૨૦૧૭ ના જાહેરનામાની જોગવાઈ મુજબ ૩ સૃથળોએ નોટીસ પાઠવાઈ હતી જયારે એક બાંધકામ સાઈટ પર દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
[ad_2]
Source link