મોડાસામાં બીયુ મંજુરી વગરની 27 હોસ્પિટલોને આખરી નોટિસ ફટકારાશે

0
197

[ad_1]

મોડાસા,તા.17

મોડાસા નગરમાં કાર્યરત ૭૨ હોસ્પિટલોને પાલિકા દ્વારા જરૂરી બી.યુ.પરમીશન
મેળવવા તાકીદ કરતી નોટીસ અગાઉ અપાઈ હતી. આ નોટીસ બાદ ૪૫ હોસ્પિટલો દ્વારા જરૂરી બીલ્ડીંગ
ઉપયોગ અંગેની મંજૂરી મેળવવા તજવીજ હાથ ધરાતાં મંજૂરી અપાઈ હતી. પરંતુ હજુ ૨૭ હોસ્પિટલોના
સંચાલકો દ્વારા બી.યુ.પરમીશન મેળવવા કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ નહી ધરાતાં અને નગરમાં
આવેલી અન્ય ૪૦થી વધુ એકમોના માલીકો
,સંચાલકો દ્વારા
બી.યુ.પરમીશન માટે પ્રક્રિયા હાથ નહી ધરાતાં આવા એકમોને આગામી દિવસોમાં નોટીસ ફટકારવામાં
આવનાર હોવાનું પાલિકા સૂત્રોની યાદીમાં જણાવાયું હતું.

હાઈકોર્ટની માર્ગદર્શિકા અને રાજય સરકારના આદેશ બાદ જિલ્લામાં
આવેલા હોસ્પિટલો
,શાળાઓ,હાઈરાઈઝ બિલ્ડીંગો,પેટ્રોલપંપ સહિતના
એકમોમાં જરૂરી ફાયર સેફટી ઉભી કરવા અને બિલ્ડીંગ યુઝ પરમીશન મેળવવાને લઈ જરૂરી કાર્યવાહી
તંત્ર દ્વારા હાથ ધરાઈ રહી છે. મોડાસા નગર પાલિકા હદ વિસ્તારમાં પણ સમયાંતરે ફાયર સેફટીના
મુદ્દે સુવિધા વિહોણા એકમોને નોટીસો ફટકારાઈ હતી. ત્યાર બાદ એક માસ પૂર્વે નગરની ૭૨
હોસ્પિટલ બિલ્ડીંગોને જરૂરી  એવી બી.યુ.પરમીશન
માટે પણ નોટીસો ફટકારાઈ હતી.

પાલિકાની આ નોટીસ કાર્યવાહીને પગલે નગરમાં કાર્યરત ૪૫ હોસ્પિટલના
સંચાલકો દ્વારા મંજૂરી મેળવવા પ્રક્રિયા હાથ ધરાતાં પાલિકા દ્વારા આવા એકમોને બી.યુ.પરમીશન
અપાઈ છે.પરંતુ હજુ નગરમાં ૨૭ હોસ્પિટલ મિલક્તોમાં જરૂરી બી.યુ.પરમીશન મેળવવામાં આવેલ
નહી હોય પાલિકા તંત્ર દ્વારા કાયદા હેઠળ આખરી નોટીસ ફટકારવામાં આવનાર છે. જયારે નોટીસની
મુદ્દત વિતે આવા કસૂરવાર એકમોના સંચાલકો સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.એમ પાલિકાના
સૂત્રો દ્વારા જણાવાયું હતું.

મોડાાસ નગર પાલિકા દ્વારા આગામી દિવસોમાં બી.યુ.પરમીશન નહી ધરાવતી
૨૭ હોસ્પિટલો
,૧ હાઈરાઈઝ
બિલ્ડીંગ
,૨૨ શૈક્ષણિક
સંસ્થાઓ
,જાહરે સેવા
સાથે જોડાયેલી ૦૫ એસમ્લી બિલ્ડીંગો
,૪ મોટા શોરૂમ
અને ૧૦થી વધુ સરકારી તેમજ અન્ય બિલ્ડીંગો મળી કુલ ૬૫થી વધુ મિલક્તો અને ત્યાર બાદ નગરમાં
આવેલ વાણિજય શોપીંગ સેન્ટરો અને રહેઠાણ એપાર્ટમેન્ટો સાથે પણ બી.યુ.પરમીશન ને લઈ કાયદા
હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનુું સૂત્રો દ્વારા જણાવાયું હતું.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here