[ad_1]
ભરૂચ જિલ્લાના કાંકરિયા ગામમાં
4 આરોપીને પાંચ દિવસના રિમાન્ડ : અન્ય ગામોમાં ધર્માંતરણ થયું છેકે કેમ?તેની તપાસ
હિન્દુમાંથી મુસ્લિમ બન્યા બાદ કેટલાક લોકો ધર્માંતરણની પ્રવૃત્તિમાં જોડાયા હતા
ભરૂચ : ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામના 37 હિંદુ પરિવારના 100 લોકોનું નહીં પણ 130 જણાનું ધર્મ પરિવર્તન કરાયું હોવાની વિગતો બહાર આવી છે. ધર્મપરિવર્તનના આ બનાવ માં પોલીસે નવ આરોપીઓ પૈકી 4 ની ધરપકડ કરી હતી. આજે ભરૂચ કોર્ટમાં તેમને રજુ કરાતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
કાંકરિયા સિવાય અન્ય ગામોમાં પણ ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યા છેકે કેમ ? તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે ગઇકાલે ચાર આરોપીઓ અબ્દુલ અઝીઝ પટેલ,યુસુફ જીવણ પટેલ,ઐયુબ બરકત પટેલ અને ઇબ્રાહિમ પુના પટેલની ધરપકડ કરી હતી . આ ચારેય આરોપીઓ હિન્દુમાંથી ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બન્યા હતા.
ધર્મ બદલ્યા બાદ તેઓ ખુદ આ વટાળ પ્રવૃત્તિમાં જોડાયા હતા. પોલીસે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે , ફક્ત ધર્માંતરણ જ હતું કે વિદેશથી ફંડ મેળવીને દેશ વિરોધી અન્ય પ્રવૃત્તિ થઈ રહી હતી તેની પણ તપાસ થશે .
પોલીસની ત્રણ ટીમ આ કેસમાં તપાસ કરી રહી છે. આમોદ પોલીસ મથકે ગેરકાયદે રીતે હિન્દુ સમાજ ના ગરીબ વસાવા લોકોને ઘર, મકાન, રાશન, ધંધો – રોજગાર, શિક્ષણ અને લગ્ન કરાવી આપવાની લાલચે મુસ્લિમ ધર્મ અંગિકાર કરવા અંગેની ફરિયાદ નોંધાઇ છે.
ચાર આરોપીઓએ બદલેલા નામ
મૂળ નામ |
બદલાયેલું નામ |
અજીત છગન વસાવા |
અબ્દુલ અઝીઝ પટેલ |
મહેન્દ્ર જીવણ |
યુસુફ જીવણ પટેલ |
રમણ બરકત વસાવા |
ઐયુબ બરકત પટેલ |
જીતુ પુના વસાવા |
ઇબ્રાહિમ પુના પટેલ |
[ad_2]
Source link