સુરત: ડબલ ડોઝ લીધા ન હોય તેવા 7115 લોકોને પાલિકાના પ્રકલ્પમાં પ્રવેશ નહિ અપાયો

0
87

[ad_1]

સૌથી વધુ 6878 લોકોએ બીજો ડોઝ લીધો ન હોવાથી સીટી અને બીઆરટીએસ બસમાં મુસાફરી કરવા દેવામાં આવી નહીં

સુરત, તા. 16 નવેમ્બર 2021 મંગળવાર

સુરત મહાનગરપાલિકાએ વેક્સિનેશનની કામગીરી ઝડપી બનાવવા માટે સતત બીજા દિવસે પાલિકાના વિવિધ પ્રકલ્પો અને સેવાઓનો લાભ લેતાં 7115 લોકોને અટકાવ્યા હતા. જે લોકોનો ડબલ ડોઝનો વેક્સિનેશન ન થયું હોય તેને પાલિકાની મિલકતોમાં પ્રવેશ મળતો નથી. ગઈકાલથી શરૂ કરેલી પાલિકાની ઝુંબેશ આજે પણ આક્રમક રીતે ચાલી હતી.

સુરતમાં પહેલા ડોઝનું વેક્સિનેશનના ટાર્ગેટ 100 ટકા સિદ્ધ થઇ ગયો છે પરંતુ બીજા ડોઝ માટે લોકોની ઉદાસીનતા જોવા મળે છે. વધુ ને વધુ લોકો ઝડપથી બંને ડોઝ લઈ લે તે માટે પાલિકાએ બંને ડોઝ ન લીધા હોય તેવા લોકોને પાલિકાની કચેરી, ગાર્ડન, લાઇબ્રેરી, એક્વેરિયમ, સ્વિમિંગ પૂલ અને બસ સેવા મા પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. 

ગઇકાલ બાદ સુરત મહાનગરપાલિકાએ આજે પણ આ ઝુંબેશ ચાલુ રાખી હતી જેમાં આજે સૌથી વધુ 6878 લોકો એ ડબલ વેક્સિન લીધી ન હોવાથી સિટી અને બીઆરટીએસ બસમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. પાલિકાની આ કામગીરીના કારણે પાલિકાના વેક્સીનેશન સેન્ટર પર બીજો ડોઝ લેવા માટે આજે પણ ધસારો જોવા મળ્યો હતો. પાલિકા આ પ્રકારની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખશે. 

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here