મુસ્તફા મિયાં પરના દરોડામાં આવકવેરાના રૃા. ૫ કરોડની રોકડ મળી

0
418

[ad_1]

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર

અમદાવાદના સારંગપુર વિસ્તારમાં હેડ ઑફિસ ધરાવતા અને કાળુપુર સહિત જુદાં જુદાં ૧૪ વિસ્તારોમાં એકમો ધરાવતા મુસ્તફા મિયા હુસૈન મિયાંની મુસ્તફા સેલ્સ એજન્સી તથા તેની સાથે સંકળાયેલા વેપારીઓ પર આવકવેરા ખાતાએ આજે પાડેલા દરોડામાં રૃપિયા ૫ કરોડથી વધુ રકમની રોકડ મળી આવી હતી. મુસ્તફા મિયાંની સરંગપુરની ઑફિસ ઉપરાંત મોટી રકમની રોકડ હોવાથી ગણવા માટે બૅન્કના અધિકારીોને કાઉન્ટિંગ મશીન સાથે બોલાવવા પડયા હતા. તદુપરાંત બિનહિસાબી જ્વેલરી તથા રોકડમાં જમીનના કરેલા સોદાના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. 

આવકવેરા અધિકારીઓની ૧૪ ટીમોએ એસઆરપીનો સહયોગ લઈને ૧૪ ઠેકાણે દરોડા પાડયા હતા. આ દરોડામાં તેમની ઑફિસો કરતાં રહેઠાણો વધુ કવર કરવામાં આવ્યા છે. ૧૪માંથી ૧૦થી વધુ નિવાસસ્થાનો છે અને ચારેક કોમર્શિયલ એકમો છે. મુસ્તફા સેલ્સ એજન્સી માણેકચંદના અમદાવાદ ખાતેના મુખ્ય ડીલર છે. ગુટકા પર જીએસટી વધુ હોવાથી તેનો વેપાર બિલ વિના જ વધુ કરવામાં આવતો હોવાનું આવકવેરા અધિકારીઓના દરોડા દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું આ બિલ વિનાના વેચાણને કારણે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની ચોરી ઉપરાંત આવકવેરાની ચોરી થાય છે. ગુટકાનો ૫૦થી ૯૦ ટકા વેપાર રોકડામા ંજ ચાલતો હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

આવકવેરા ખાતાના સૂત્રોનું કહેવું છે કે મુસ્તફા મિયાં હુસૈન મિયાંએ રોકડનો ઉપયોગ કરવા માટે અમદાવાદના ડૉ. દિલીપ સાથે મોટી રકમનો જમીનનો સોદો કર્યો હતો. તેમાં બહુ જ મોટી રકમ રોકડેથી ચૂકવવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ લેન્ડ ડીલમાં વિવાદ થતાં આખો મામલો નીચલી અદાલતમાં પણ પહોંચેલા છે. તદુપરાંત દરોડા હેઠળ આવરી લેવામાં આવેલા લોકોના બૅન્ક લ ૉકર્સ પણ સીલ કરી દેવામાં આવ્યા છે. આ લૉકર્સ આવનારા દિવસોમાં ઓપરેટ કરવામાં આવશે. તેમાંથી પણ મોટા પ્રમાણમાં રોકડ અને દાગીના મળી આવવાની સંભાવના છે. 

આજે મળેલા દાગીનાઓના મૂલ્યાંકનની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે. દાગીનાનું મૂલ્ય પણ ઊંચું રહેવાની ધારણા છે. આવતીકાલ સુધીમાં વધુ રોકડ અને દાગીના મળી આવવાની સંભાવના છે. તેમ જ જમીનના સોદાઓમાં કરવામાં આવેલા રોકડાના વહેવારોની વધુ વિગતો પણ હાથ લાગવાની સંભાવના છે. 

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here