રિપોર્ટ પોઝીટીવ આવતાં આરોગ્ય તંત્રએ કોરોનાના ટેસ્ટ વધાર્યા

0
117

[ad_1]

મહેસાણા,
તા.15

મહેસાણા શહેર સહિત જિલ્લામાં લોકો સરકારી ગાઈડલાઈનનો
સરાજાહેર ભંગ કરી સંભવિત કોરોનાની ત્રીજી લહેરની તમા કર્યા વગર બિન્ધાસ્તપણે બજારોમાં
ફરતાં જોવા મળે છે. ત્યારે જિલ્લામાં રોજના આશરે ૨૨૦૦થી વધુ કોરોના સેમ્પલનું
ટેસ્ટીંગ કરવામાં આવતું હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતુ. સરકારી
રિપોર્ટમાં જણાવ્યા મુજબ અત્યાર સુધીના સેમ્પલ પૈકીના ૫૭ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ
આવ્યાં હતા. મહેસાણા જિલ્લામાં કોવિડ-૧૯ અંતર્ગત સોમવારના રોજ ૨૨૧૨ ના સેમ્પલ
લેવાયા છે. જેનુ રીઝલ્ટ હજુ પેન્ડીગમાં છે. કોરોનાના બે  દર્દી પૈકી એકનો રિપોર્ટ પોઝેટીવ આવતાં સારવાર
બાદ રજા આપવામાં આવી છે.

મહેસાણા જિલ્લામાં જાણે કોરોનાનો ડર રહ્યો ન હોય
તેમખુલ્લેઆમ  લોકો સરકારી ગાઇડલાઇન અનુસરતા
નથી. તેમજ માસ્ક
, સેનેટાઇઝર
વગેરે ભૂલી ગયા હોય તેવુ લાગી રહ્યું  છે.
સરકારી ગાઈડલાઈનનો ભંગ કરતાં લોકો સામે પગલાં ભરવામાં તંત્ર પણ આંખ આડા કાન કરી
રહ્યુ  છે. મહેસાણા જિલ્લા પંચાયત
, મુખ્ય જિલ્લા
આરોગ્ય અધિકારી ડો.વી.એ.પટેલના જણાવ્યા મુજબ રોજના અંદાજે ૨૨૦૦થી વધુ સેમ્પલના
આરટીપીસીઆર ટેસ્ટીંગ કરવામાં આવે છે. જેમાં મોટાભાગના નમૂનાના રિપોર્ટ  નેગેટિવ આવે છે. સત્તાવાર માહિતી મુજબ અત્યાર
સુધીમાં ૨૩૧૪૫૧ સેમ્પલ લેવામાં આવ્યાં હતા
.
જેમાંથી ૨૩૧૩૯૪ સેમ્પલના નેગેટિવ રિપોર્ટ આવ્યાં છે. જો કે, આજે સોમવારે
જિલ્લામાં કુલ ૨૨૧૨ સેમ્પલ લેવામાં આવ્યાં હતા. જે તમામના રિપોર્ટ પેન્ડિંગ છે. એક
દર્દીને ડીસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. હાલમાં એક્ટિવ કેસ એક નોંધાયો છે. જ્યારે
અર્બન અને રૃરલ એરિયામાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વી.એ.પટેલના જણાવ્યા મુજબ
બલોલ ગામની મહિલા કોઈ કામથી સૂરતથી આવી હતી. જેના સેમ્પલને ટેસ્ટીંગ માટે
મોકલવામાં આવતાં તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જો કે
, સદરહુ મહિલા
સૂરતથી આવી હતી અને સેમ્પલ આપી પરત સૂરત રવાના થઈ ગઈ હતી
. જેનો પોઝિટિવ
રિપોર્ટની જાણ સૂરત આરોગ્ય અધિકારીને કરી દીધી હતી.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here