GTU દ્વારા કોપીકેસના ૧૩૦થી વધુ વિદ્યાર્થીને જુદી જુદી સજા

0
184

[ad_1]

અમદાવાદ

જીટીયુ
દ્વારા લેવાયેલી સમર ૨૦૨૧ની વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓમાં ચોરી કરતા પકડાયેલા ૧૪૦
વિદ્યાર્થીઓને યુનિ.ની યુએફએમ કમિટી સમક્ષ બોલાવાયા હતા.જેમાંથી ૧૩૪ વિદ્યાર્થીઓને
જુદી જુદી સજા કરવામા આવી છે. જેમાં ૮૫થી વધુ વિદ્યાર્થીને સમર-૨૦૨૨ની પરીક્ષા
સુધી પરીક્ષા આપવા માટે પ્રતિબંધિત કરવામા આવ્યા છે.

કોરોનામાં
ઓનલાઈન અને ઓફલાઈન  બંને મોડમાં પરીક્ષા
લેવાયા બાદ ગત સમર સેેમેસ્ટરની પરીક્ષાઓ ઓફલાઈન લેવાઈ હતી.જેમાં ડિગ્રી-ડિપ્લોમા
ઈજનેરી સહિતના વિવિધ કોર્સના વિવિધ સેમેસ્ટરના ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ ચોર કરતા
પકડાયા હતા.પ્રથમ તબક્કામાં ૧૪૦ વિદ્યાર્થીઓને યુનિ.ની અનફેર મીન્સ કમિટી સમક્ષ
રૃબરૃ સુનાવણી માટે બોલાવવામા આવ્યા હતા.જેમાં વિદ્યાર્થીઓને સાંભળ્યા બાદ છ
વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરાયા હતા.જ્યારે કાપલીઓ અને અન્ય રીતે ચોરી કરતા
પકડાયેલા ૧૩૪ વિદ્યાર્થીઓને જુદા જુદા લેવલની સજા કરાઈ હતી.

૫૫થી વધુ
વિદ્યાર્થીઓને ૩એન લેવલની અને ૩૦ વિદ્યાર્થીઓને ૩બી લેવલની સજા કરાઈ છે.આ તમામ
વિદ્યાર્થીઓનું સમર સેમેસ્ટરનું તમામ વિષયોનું પરિણામ રદ કરાયુ છે.આ ઉપરાંત આગામી
વિન્ટર સેમેસ્ટર પરીક્ષા માટે પણ ડિબાર્ડ કરવામા આવ્યા છે.આ વિદ્યાર્થીઓનું એક
વર્ષ બગડતા હવે તેઓ સમર -૨૦૨૨ની પરીક્ષામાં બેસી શકશે. જ્યારે ચાર વિદ્યાર્થીઓનું
જેતે વિષયનું પરિણામ રદ કરાયુ છે અને ૨૬ વિદ્યાર્થીઓને ૨ડી લેવલની સજા કરી
સમર-૨૦૨૧ની પરીક્ષાના તમામ વિષયોનું પરિણામ રદ કરવામા આવ્યુ છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here