છેલ્લા એક માસથી એરંડાના ઉભા પાકમાં કાળી ઈયળોનો ઉપદ્રવ : ખેડૂતોમાં ચિંતા

0
126

[ad_1]

ભુજ, સોમવાર

સરહદી કચ્છ જિલ્લાના ખેતીવાડી વિસ્તારમાં ખેડૂતોએ મહેનત કરી એરંરડા સહિતના પાકોનું વાવેતર કર્યું હતું. પરંતુ અમુક ગામોમાં એરંડાના પાકમાં છેલ્લા એકાદ માસાથી કાળી ઈયળોનો ઉપદ્રવ વાધતા કિસાનોના ઉભા પાકનો સોથ વળી રહ્યો છે. ધરતીપુત્રોને મોટી નુકશાની વેઠવાનો વારો આવતા બેહાલ બન્યા છે.

આ અંગેની વધુ વિગતો મુજબ પ્રારંભે ઓછા વરસાદ બાદ એકાધારો વરસાદ નોંધાયો હતો. ખેડૂતોએ કપાસ, મગફળી, એરંડા, સહિતના પાકોનું વાવેતર કર્યું હતુું પરંતુ જિલ્લા માથક ભુજ તાલુકાના પાવરપટ્ટી, આહિર પટ્ટી સહિતના ગામડાઓમાં ખેડૂતોએ મહામહેનતે કરેલા એરંડાના પાકમાં કાળી ઈયળો આવી જતા ખેડૂતોના ઉભા  પાકનો સત્યાનાશ વાળી દેતા મોટાપાયે નુકશાની પણ પામી છે. અને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કચ્છમાં પાણીની અછત છે એવા  પાવર પટ્ટી, આહિર પટ્ટી પંથકમાં એરંડાનું મોટા પ્રમાણમાં વાવેતર કરાતું હોય છે. ખેડૂતોએ મોંઘા બિયારણો અને દવાનો છંટકાવ કરી વાવેતર કર્યું હતું. એરંડાના પાકનો ઉતારો વધુ આવશે એવી આશાએ કિસાનોએ રાત-દિવસ મહેનત કરી પાકને ઉછેર્યો હતો. પાક સંપૂર્ણ તૈયાર થવાના આરે પહોંચ્યો ત્યારે અચાનક એરંડાના ઉભા મોલમાં કાળી ઈયળ ત્રાટકતા એક જ રાતમાં અનેક ખેતરોમાં એરંડાના પાકનો સત્યાનાશ વળી જતા ખેડુતોેને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. ઉભા  પાકને ઈયળોએ એટલી હદે નુકશાન કર્યું છે કે હવે પાક બચી શકે તેમ નાથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે વરસાદની અનિયમિતતાના પગલે ખેતીમાં માંડ ખર્ચા નીકળી શકે તેવી ખેત પેદાશોને અંદાજ સેવાઈ રહ્યો છે. જો કે અમુક તાલુકામાં સિંચાઈ માટે પાણી ઉપલબૃધ હોતા શિયાળુ પાકનું વાવેતર અને ઉત્પાદન વધુ થાય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. પરંતુ અમુક વિસ્તારોમાં માત્ર કપિત ખેતી છે ત્યાં બે છેડા ભેગા કરવા પણ મૂશ્કેલ બની રહ્યા છે. એક તરફ મોંઘા બિયારણો ખાતરનો ભાવ વાધારો ડિઝલના ભાવ વાધવાથી ટ્રેકટર સહિતના ઓજારોના ભાવ પણ  પરવડે એમ નાથી એવામાં ઈયળનો ઉપદ્રવ દવાના બે-ત્રણ વાર દવાના છંટકાવ કર્યા બાદ પણ ઈયળનો નાશ ના થતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here