[ad_1]
બાયડ, તા. ૧૫
વર્ષોથી પોતાની પડતર માંગણીઓને લઇને સરકારને રજુઆત કરી
રહેલા શિક્ષકો અને આંગણવાડીની બહેનોઓએ હવે પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે રાજ્ય
સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. ઉત્તર ગુજરાતમાં શિક્ષકોએ પડતર માંગણીઓ મુદ્દે ફરી
આંદોલન કરવાની ચિમકી આપી છે. આંગણવાડી બહેનોએ ૧લી ડિસેમ્બર સુધી પોતાની પડતર
માંગણીઓ મુદ્દે યોગ્ય ઉકેલ લાવવા માટે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. જો ૧લી
ડિસેમ્બર સુધી માંગણીઓ પુરી નહીં થાય તો આંગણવાડી બહેનો દ્વારા ઉત્તર ગુજરાતથી
લઇને રાજ્યવ્યાપી આંદોલન શરૃ કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.
પોતાની પડતર માંગણીઓને લઈ શિક્ષકો છેલ્લા પાંચ-પાંચ વર્ષથી
લડત આપી રહ્યા છે પરંતુ, હજુ સુધી કોઈ ફળદાયી પરીણામ આવ્યું નથી.
હવે શિક્ષકો આરપારની લડાઈ લડી લેવાના મુડમાં છે. અગાઉ ૨૦૧૭માં તત્કાલિન
મુખ્યમંત્રી, નાણામંત્રી અને શિક્ષણમંત્રીને લેખિત અને મૌખિક
રજુઆત કરી હોવા છતાં પણ આજ દિન સુધી કોઈ જ હકારાત્મક ઉકેલ આવ્યો નથી. પાંચ વર્ષની
ફિકસ પગારની નોકળી સળંગ ગણવા સહિતના અનેક મુદ્દાઓ પેન્ડીંગ પડયા છે અને રાજય સરકાર
આ પ્રશ્નોને લઈ સંવેદનશીલ ન હોવાનું જણાઈ રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં ફરીથી
શિક્ષકો જલદ આંદોલન કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. માધ્યમિક શિક્ષણ સંઘ અને
ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
માધ્યમિક શિક્ષક સંઘ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા
મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રી અને નાણામંત્રીને ફરીથી પત્ર લખવામાં આવ્યો છે અને
ઉગ્ર રજુઆત કરવામાં આવી છે. સરકારી કર્મચારીઓને નોકરીના જે લાભો મળે છે તેવા લાભો
શિક્ષકોને મળતા નથી. સાતમાં પગાર પંચના એરિયર્સના બાકી હપ્તા રોકડમાં ચુકવવા તેમજ
સીપીએફ અને વધિત પેન્શન યોજના નાબુદ કરી જીપીએફ અને જુની પેન્શન યોજનાનો અમલ કરવો, જુના
શિક્ષકોની ભરતી કરવી જેવી પડતર માંગણીઓનો આજ દીન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.
શિક્ષકોના આ પ્રશ્નો ન્યાયિક અને સૈદ્ધાંતિક હોવા છતાં પણ રાજય સરકાર ફુટબોલની
માફક પ્રશ્નોને ફંગોળી રહી છે. હવે ના છુટકે શિક્ષકોને ઉગ્ર આંદોલન કરવાની ફરજ
પડશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
પડતર માગણીઓ અમારો
હક: શિક્ષકો
૨૦૧૭થી પડતર માંગણીઓને લઈ શિક્ષકો રાજય સરકાર સામે લડત
ચલાવી રહ્યા છે જો કે, રાજય સરકાર તરફથી હજુ કોઈ ફળદાયી પરીણામ
આવ્યું નથી. જેના કારણે આવનારા દિવસોમાં શિક્ષકો ઉગ્ર લડત ચલાવવા મજબુર બને તેવા
એધાણ જણાઈ રહ્યા છે. પડતર માંગણીઓ અમારો હક હોવાનું પણ શિક્ષકો જણાવી રહ્યા છે.
અમારી રજુઆતોને નજર અંદાજ કરવામાં આવતી હોવાનો આક્ષેપ પણ શિક્ષકો દ્વારા કરવામાં
આવ્યો છે.
પહેલી ડિસેમ્બર સુધી પડતર માંગણીઓ પુરી કરવા અલ્ટીમેટમ
આંગણવાડી બહેનો પોતાની પડતર માંગણીઓને લઈ આક્રમક મુડમાં
જણાઈ રહી છે. અગાઉ પોતાના પડતર પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે મુખ્યમંત્રી સુધી
રજુઆત કરાઈ હતી અને આવેદન પણ આપવામાં આવ્યું હતું જો કે, હજુ
સુધી આ દિશામાં રાજય સરકારે કોઈ જ હકારત્મક વલણ નહી દાખવતાં આગામી દિવસોમાં
આંગણવાડી બહેનો આંદોલનનું રાજય વ્યાપી રણશિંગું ફુંકે તેવું જણાઈ રહ્યું છે. રાજય
સરકારને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે અને પહેલી ડીસેમ્બર સુધી પડતર માંગણીઓને
નિરાકરણ નહી આવે તો રાજય વ્યાપી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આંગણવાડી
બહેનોનું વર્ષો થી આર્થિક શોષણ કરવામાં આવતું હોવાની ફરીયાદો ઉઠી રહી છે ત્યારે
સરકાર યોગ્ય મહેનતાણું આપીને બહેનો જીવન નિર્વાહ કરી શકે તે દિશામાં કાર્યવાહી કરે
તેવી માંગણી ઉઠવા પામી છે.
આંગણવાડીમાં કાર કરતી બહેનો મુખ્યત્વે ત્યકતા કે વિધવા હોય
છે અને તેમણે માસિક ત્રણ થી ચાર હજારનું વેતર આપવામાં આવી રહ્યું છે. છેલ્લા ૧૬-૧૬
વર્ષ થી કામ કરતી આવી આંગણવાડી બહેનોના વેતનમાં કોઈ જ વધારો કરાયો નથી. એક તરફ
કારમી મોંઘવારી વધી ચુક છે. તેમ છતાં પણ આંગણવાડી બહેનોને મહત્તમ વળતર મળતુ નથી.
કોરોના જેવા કપરા સમયમાં આંગણવાડી બહેનોએ જીવના જોખમે ફરજ બજાવી હતી. જો કે, હજુ
સુધી રાજય સરકાર તરફથી કોઈ જ આર્થિક વળતર ચુકવાયુ નથી માત્ર એટલું જ નહી પણ
કોરોનાકાળમાં જે આંગણવાડી બહેનો એ જીવ ગુમાવ્યા છે તેવા પરીવાર ને પણ કોઈ જ આર્થિક
સહાય મળી નથી. દોઢ – દોઢ દાયકા કરતાં વધારે સમયથી ફરજ બજાવતા છતાં આંગણવાડી બહેનો
ને પુરતા વેતનથી વંચિત રાખવામાં આવી છે અને આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે.
હવે બહેનો તંગ આવી ચુકી છે અને નજીવા વળતરમાં ઘરનું ગુજરાન ચલાવવું અઘરૃં થઈ પડયું
છે ત્યારે બહેનો રાજય સરકાર સામે મોરચો માંડવાની દિશામાં આગળ વધી રહી છે. આગામી
પહેલી ડીસેમ્બર સુધી પોતાની પડતર માંગણીઓનું નિરાકરણ લાવવા માટે એલ્ટિમેટમ આપવામાં
આવ્યું છે અને ત્યાર બાદ રાજયવ્યાપી આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આંગણવાડી બહેનો જણાઈ રહી છે. કે સરકાર નજીવું વેતન ચુકવીને
અમારી મશ્કરી કરી રહી છે. અનેક વખત રજુઆતો કરી હોવા છતાં સરકાર તરફથી માત્રને
માત્ર આશ્વાસન મળ્યા છે અને અમારી માંગણીઓ કચરાપેટીના ડબ્બામાં ફેંકાઈ જાય છે. હવે
અમારી ધીરજ ખુટી ચુકી છે અને અમારા હકક માટે અમે ઉગ્ર લડત આપતા પણ ખચકાઈશું નહી.
[ad_2]
Source link