[ad_1]
હિંમતનગર તા. 15
વિશ્વના મોટા ભાગના દેશોમાં વાહન ચલાવવા માટે આંતરરાષ્ટ્રીય
ડ્રાઈવીંગ લાયસન્સ અંત્યત જરૃરી હોય છે. ત્યારે સાબરકાંઠા જીલ્લામાંથી વિદેશ જતા પહેલા
આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીંગ લાયસન્સ મેળવવા માટે આવેલા લોકોને સાબરકાંઠા આરટીઓ કચેરી દ્વારા
છેલ્લા ૫ વર્ષમાં કુલ ૪૩૧ લાયસન્સ ઈસ્યુ કરવામાં આવ્યા છે.
કોરોના મહામારીને પગલે છેલ્લા પાંચ વર્ષમાં સાબરકાંઠા જીલ્લામાંથી
મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય લાયસન્સ માટેની અરજીઓ આવી હતી. આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીંગ
લાયસન્સ હોય તો એક સમયે વિદેશમાં પહોંચી ગયા બાદ પણ વાહન ચલાવી શકાય તેમ હોવાથી આંતરરાષ્ટ્રીય
લાયસન્સ કઢાવવાનો ક્રેઝ દિન પ્રતિદિન વધી રહ્યો છે.
સાબરકાંઠા જિલ્લાભરમાંથી વર્ષ-૨૦૧૭માં કુલ ૩૦, વર્ષ-૨૦૧૮માં કુલ
૧૨૧, વર્ષ-૨૦૧૯માં
કુલ ૧૨૯, વર્ષ -૨૦૨૦માં
કુલ ૫૬, અને વર્ષ-૨૦૨૧માં
કુલ ૯૫ મળી કુલ ૪૩૧ વાહનચાલકોએ વિદેશ જતા પહેલા સાબરકાંઠા આરટીઓ કચેરીમાંથી ઈન્ટરનેશનલ
ડ્રાઈવીંગ લાયસન્સ સહિત વેરીફીકેશનના સર્ટીફીકેટ કઢાવ્યા છે. જેનાથી વિદેશમાં પણ કાર
ચલાવી શકાય છે અને વિદેશમાં નવા લાયસન્સ કઢાવતી વખતે ડોલરની (નાણાં) પણ બચત થાય છે. જેને પગલે ઈન્ટરનેશનલ
ડ્રાઈવીંગ લાયસન્સ કઢાવવા લોકોનો પ્રવાહ વધી રહ્યો છે.સાબરકાંઠા આરટીઓ કચેરીના અધિકારી
આર.પી.પ્રજાપતિએ જણાવ્યુ હતુ કે છેલ્લા ૫ વર્ષમાં જીલ્લાભરમાંથી આરટીઓમાંથી ૪૩૧ ઈન્ટરનેશનલ
ડ્રાઈવીંગ લાયસન્સ ઈસ્યુ કરવામાં આવ્યા છે. જેના માટે છેલ્લા પાંચ વર્ષમાં મોટી સંખ્યામાં
અરજીઓ આવી હતી. જે પૈકી આરટીઓ કચેરી દ્વારા જરૃરી એવા વિવિધ પ્રકારના ડોકયુમેન્ટના
પુરાવા સાથે લાયસન્સ ઈસ્યુ કરવામાં આવ્યા છે.
ક્યા વર્શમાં કેટલા ઈન્ટરનેશનલ ડ્રાઈવીંગ લાયસન્સ ઈસ્યુ કરાયા
સાબરકાંઠા જિલ્લાભરમાંથી વર્ષ-૨૦૧૭માં કુલ ૩૦, વર્ષ-૨૦૧૮માં કુલ
૧૨૧, વર્ષ-૨૦૧૯માં
કુલ ૧૨૯, વર્ષ -૨૦૨૦માં
કુલ ૫૬ અને વર્ષ-૨૦૨૧માં કુલ ૯૫ મળી કુલ ૪૩૧ લાયસન્સ ઈસ્યુ કરાયા
[ad_2]
Source link