[ad_1]
ભરૂચ: વેલસ્પનનાં 220 થી વધુ કર્મચારીઓએ કંપનીની VRS સ્કિમ ઠુકરાવી રસ્તારોકો આંદોલન કરતા રહિયાદ ચોકડી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. રસ્તા રોકવાના પ્રયાસ કરતા પોલીસે 100 કરતા વધુ આંદોલનકારીઓને ડિટેઇન કરી સ્થિતિ કાબુમાં લેવા સાથે વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો. તેમજ આંદોલન ચાલુ રાખવા સાથે બપોર બાદ સમાધાન માટે તંત્ર ના પ્રયાસોથી બેઠક યોજાઇ હતી.
ભરૂચ જિલ્લાના દહેજમાં આવેલી વડદલાની વેલસ્પન કંપનીના કર્મચારીઓ બદલીનો વિરોધ કરી છેલ્લા ચાર મહિના કરતા વધુ સમયથી કંપની ગેટ સામે ધરણા યોજી આંદોલન કરી રહ્યા છે. સંપૂર્ણ પણે હજુ તમામ કર્મચારીઓને સંતોષ થાય તે રીતે સમાધાન થયું ન હોવાથી હજુ પણ 225થી વધુ કર્મચારીઓ આંદોલન કરી વરતળની માંગણી કરી રહ્યા છે.
કામદારોની સમજાવટ માટે વહીવટી તંત્રએ બેઠકોનો દૌર યોજી સમાધાન માટેના શક્ય તમામ પ્રયાસો કરતા કંપનીએ કામદારોને સરકારના નીતિ નિયમ કરતાં વધુ VRS સાથેની સ્કીમ મૂકી જેને 200 જેટલા કામદારોએ સ્વીકારી લીધી. પરંતુ બાકીના કામદારોએ તે ઠુકરાવી દઈ આંદોલન વધુ ઉગ્ર બનાવવા સાથે રસ્તા રોકો આંદોલનનું એલાન કર્યું હતું. જેના સોમવારે વહેલી સવારે રહીયાદ ચોકડી નજીક આંદોલનકારી કામદારો પરિવાર સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી.
આંદોલન કરી રહેલા કામદારોએ તંત્રને ચેતવણી આપીને આંદોલનનું રણશિંગું ફૂંકતા મધ્યરાત્રીથી જ પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. જેના પગલે સમગ્ર રહીયાદ ચોકડી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયો હતો આંદોલનના પગલે દહેજ ઉપરાંત ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકનો પોલીસ કાફલો સ્થળ ઉપર ખડકાવી દેવાની ફરજ પડી હતી. રસ્તા રોકો આંદોલનના પગલે 100 થી વધુ કામદારોને પોલીસે ડીટેઈન કરી ભરૂચ પોલીસ હેડ કવાટર ખાતે લાવવાની ફરજ પડી હતી. કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રહીયાદ ચોકડી ઉપર ભરૂચ જિલ્લાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એન.આર. પ્રજાપતિ, ઉપરાંત એ.એસપી. વિકાસ સુડા સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. પોલીસે આંદોલન કરી રહેલા લોકોને જાહેર માર્ગો ઉપરથી દૂર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવામાં આવ્યો હતો..
વેલસ્પનના 220 થી વધુ કર્મચારીઓ કર્મચારીઓએ કંપનીની VRS સ્કિમ ઠુકરાવી રસ્તારોકો આંદોલન કરતા રહિયાદ ચોકડી વિસ્તાર પોલીસ છાવણી માં ફેરવાઈ ગયો હતો.રસ્તા રોકવા ના પ્રયાસ કરતા પોલીસે 100 કરતા વધુ આંદોલનકારીઓ ને ડિટેઇન કરી સ્થિતિ કાબુ માં લેવા સાથે વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો..તેમજ આંદોલન ચાલુ રાખવા સાથે બપોર બાદ સમાધાન માટે તંત્ર ના પ્રયાસો થી બેઠક યોજાઇ હતી..
ભરૂચ જિલ્લાના દહેજ માં આવેલ વડદલા ની વેલસ્પન કંપનીના કર્મચારીઓ સાગમટે બદલી નો વિરોધ કરી છેલ્લા ચાર મહિના કરતા વધુ સમય થી કંપની ગેટ સામે ધરણા યોજી આંદોલન કરી રહ્યા છે પણ સંપૂર્ણ પણે હજુ તમામ કર્મચારીઓ ને સંતોષ થાય તે રીતે સમાધાન થયું ન હોવાથી હજુ પણ 225 થી વધુ કર્મચારીઓ આંદોલન કરી વરતળ ની માંગણી કરી રહ્યા છે..કામદારોની સમજાવટ માટે વહીવટી તંત્રએ બેઠકો નો દૌર યોજી સમાધાન માટે ના શક્ય તમામ પ્રયાસો કરતા કંપનીએ કામદારોને સરકારના નીતિ નિયમ કરતાં વધુ VRS સાથે ની સ્કીમ મૂકી જેને 200 જેટલા કામદારોએ સ્વીકારી લીધી પરંતુ બાકીના કામદારો એ તે ઠુકરાવી દઈ આંદોલન વધુ ઉગ્ર બનાવવા સાથે રસ્તા રોકો આંદોલન નું એલાન કર્યું હતું.જેના સોમવારે વહેલી સવારે રહીયાદ ચોકડી નજીક આંદોલનકારી કામદારો પરિવાર સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી.
આંદોલન કરી રહેલા કામદારોએ તંત્રને ચેતવણી આપીને આંદોલનનું રણશિંગું ફૂંકતા મધ્યરાત્રીથી જ પોલીસ કાફલો ખડકી દેવાયો હતો જેના પગલે સમગ્ર રહીયાદ ચોકડી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયો હતો આંદોલનના પગલે દહેજ ઉપરાંત ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકનો પોલીસ કાફલો સ્થળ ઉપર ખડકાવી દેવાની ફરજ પડી હતી.. રસ્તા રોકો આંદોલનના પગલે 100 થી વધુ કામદારોને પોલીસને ડીટેઈન કરી ભરૂચ પોલીસ હેડ કવાટર ખાતે લાવવાની ફરજ પડી હતી. કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રહીયાદ ચોકડી ઉપર ભરૂચ જિલ્લાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એન.આર. પ્રજાપતિ, ઉપરાંત એ.એસપી. વિકાસ સુડા સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.પોલીસે આંદોલન કરી રહેલા લોકોને જાહેર માર્ગો ઉપરથી દૂર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવામાં આવ્યો હતો..
આ દરમ્યાન એસ.ડી.એમ. પ્રજાપતિ એ આંદોલનકારી કામદારો ને જિલ્લા કલેકટર સાથે આ મુદ્દે રજુઆત માટે બેઠક અંગે સમજાવતા બપોર બાદ ભરૂચ ખાતે સમાધાન માટેની ગતિવિધિ તેજ થઈ હતી.
અડધી રાત્રે ત્રણ વાગ્યે પોલીસે કામદાર નેતાઓના દરવાજા ખખડાવ્યા
વેલ્સપન કંપની સામે આંદોલન ઉગ્ર બનાવવાની હિલચાલ શરૂ થઈ છે. જેના પગલે આજે રહિયાદ ચોકડી પર મોટી સંખ્યામાં ભેગા થવાના હતા. જેથી પોલીસ મોડી રાતથી જ હરકતમાં આવી ગઈ હતી. રાત્રે ત્રણ વાગ્યે પોલીસ કામદાર આગેવાન અરવિંદ ગોહિલ સહિતનાઓના ઘરે પહોંચી હતી . પોલીસે મોડી રાતથી જ કામદાર આગેવાનોની અટકાયત કરી લીધી હતી.
[ad_2]
Source link