[ad_1]
વડોદરા, તા. 15 નવેમ્બર 2021 સોમવાર
વડોદરા શહેરના માણેજા ગામ ખાતે આવેલા ખુલ્લા મેદાનમાં જુગાર રમતા છ જુગારીઓને પોલીસે ઝડપી પાડી 29 હજાર ઉપરાંતની મત્તા કબજે કરી હતી .જ્યારે દરોડા દરમિયાન કેટલાક શકુનીઓ ફરાર થઇ ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
વડોદરા શહેર પોલીસ દ્વારા અનૈતિક પ્રવૃતિઓને ડામવા માટે સઘન પેટ્રોલિંગ કરવામાં આવે છે. જેમાં અમુક વાર પ્રોહીબીશન અને જુગારના કેસો પણ મળી આવે છે. જ્યાં ગત રોજ મકરપુરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે સમયે માણેજા ગામના એક ખુલ્લા મેદાનમાં જુગારધામની ચોક્કસ માહિતી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમ્યાન આશરે 30થી વધુ લોકો સ્થળ પર હોવાનું જાણવા મળ્યું છે. જેઓ પોલીસને જોઇને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જ્યારે 6 વ્યક્તિઓ પોલીસના હાથે ઝડપાયા હતા. પોલીસે મૂળ માણેજાના રહેવાસી 6 જેટલા શખ્સોની અટકાયત કરીને રોકડ તેમજ મોબાઈલ ફોન મળીને 29,950નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
[ad_2]
Source link