યાત્રિકોના હોબાળા બાદ 400- 400ના જૂથમાં લીલી પરિક્રમા માટે મંજૂરી

0
102

[ad_1]


ભાવિકોની લાગણી સામે તંત્રએ નમતું જોખવું પડ્યું

એકાદશીના મધ્યરાત્રિએ ભવનાથ ખાતેના ગેટ પર પૂજા સાથે પરિક્રમાનો પ્રારંભ, અંતિમ ક્ષણે લેવાયેલા નિર્ણયથી ભાવિકોમાં રોષ

જૂનાગઢ : જૂનાગઢનાં ગિરનારની પરિક્રમા કરવા અંગે  તંત્રએ અગાઉ માત્ર 400 સાધુ સંતોને જ મંજૂરી આપી હતી.પરંતુ ગઈકાલથી પરિક્રમા કરવા ભાવિકો ભવનાથમાં આવી ગયા હતા.આજે સવારે તો આ ભાવિકોએ હોબાળો કરી સુત્રોચ્ચાર કર્યો હતો.

અને પરિક્રમાન રૂટ પર જવા દેવાની માંગ કરી હતી.આખરે આજે બપોરબાદ કલેકટરે 400- 400 લોકોના જૂથને પરિક્રમા કરવા શરતો સાથે મંજૂરી આપી હતી.આમ ભાવિકોની લાગણી સામે તંત્રએ નમતું જોખવું પડયું હતું.આજે મધ્યરાત્રીના ભવનાથ રોડ પર ઇન્દ્રભારતી બાપુના ગેટ નજીક પૂજા સાથે પરિક્રમાનો પ્રારંભ થયો હતો.

દરવર્ષે ગિરનારની પરિક્રમા માટે લાખો ભાવિકો ઉમટી પડે છે.અને વિિધવત પરિક્રમા શરૂ થાય તેના બે દિવસ પૂર્વે મોટીસંખ્યામાં ભાવિકો પરિક્રમા પૂર્ણ કરી પરત આવી જતા હતા.કોરોનાના લીધે  ગતવર્ષે પરિક્રમાને મંજૂરી મળી ન હતી.આ વર્ષે કોરોના સંક્રમણ હળવું હોવા છતાં માત્ર 400 સાધુ સંતોને તંત્રએ મંજૂરી આપી હતી.

પરંતુ આ વર્ષે પણ સાધુ સંતોને જ  પરિક્રમા કરવાની મંજૂરીની બાબતથી અજાણ અનેક ભાવિકો ગઈકાલથી પરિક્રમા કરવા આવી પહોંચ્યા હતા.અને ભવનાથ તળેટીમાં પડાવ નાખી ધૂન બોલી હતી.અને મંજૂરી મળશે એવી અપેક્ષા સાથે ત્યાં જ રાતવાસો કર્યો હતો.આજે સવારે પરિક્રમાના પ્રવેશદ્વાર ખાતે મોટીસંખ્યામાં ભાવિકો એકત્ર થયા હતા.અને હોબાળો કર્યો હતો.અને સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યો હતો.

પોલીસ અને વનવિભાગના સ્ટાફે મામલો થાળે પાડવામાં પરસેવો વળી ગયો હતો.સાધુસંતો, -ભાવિકો,વિવિધ સંસૃથાઓ તેમજ સંગઠનોની રજુઆત બાદ તંત્રએ અગાઉના નિર્ણયમાં  ફેરફાર કર્યો હતો.અને ભાવિકોની લાગણી સામે નમતું જોખી કલેકટરે તા.14 થી 19 નવેમ્બર દરમ્યાન 400-400 ની મર્યાદામાં લોકોના જૂથને તબક્કાવાર પરિક્રમા કરવા માટે મંજૂરી આપી હતી.

અને કોઈ એક સૃથળે 400 લોકોને એકત્ર ન  થવા અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા તેમજ જરૂરી વ્યવસૃથા જળવાઈ રહે તે  શરતનો ઉલ્લેખ કર્યો છે. આજે એકાદશીના  રાત્રે  12 વાગ્યે ભવનાથમાં ઇન્દ્રભારતીબાપુના ગેટ ખાતે વિિધવત પૂજા કરવામાં આવી હતી.જેમાં પદાિધકારીઓ અને અિધકારીઓ હાજર રહ્યા હતા.બાદમાં જય ગિરનારી અને હરહર મહાદેવના નાદ સાથે પરંપરાગત પરિક્રમાનો પ્રારંભ થયો હતો.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here