[ad_1]
ભરૂચ: ઉત્તરપ્રદેશનાં પરિવાર તેમની બારમા ધોરણમાં અભ્યાસ કરતી દીકરીને અભ્યાસ છોડાવી તેની મરજી વિરુદ્ધ લગ્ન કરાવી દીધા હતા. પંદર દિવસના લગ્ન જીવનમાં કોઈપણ વાંક ગુના વગર તેના પતિ દ્વારા મારપીટ કરવામાં આવતી હતી. બે દિવસ પહેલા તેના સાસરી વાળા એ પણ માનસિક શારીરિક હેરાનગતિ કરતા ત્રાસી ઉઠેલ પરણિતા ઘર છોડી નીકળી ગઈ હતી.તેની માતા ને ફોન કર્યો તો જવાબ મળ્યો કે હવે અમે તારા લગ્ન કરાવી દીધા છે તારે હવે ત્યાં જ રહેવાનું છે. જેથી પરણિતાને હવે ક્યાં જવું તે સમજ ના પડતા અંકલેશ્વર બસ સ્ટેશન મા બેસી રહી હતી. જ્યાં એક ત્રાહિત વ્યક્તિ ની નજર મા આવતા તેને મદદ કરવાની ભાવના થી 181 મહિલા હેલપલાઇન મા જાણ કરી હતી.
અભયમ ટીમ દ્વારા તેનું કાઉન્સિલ કરી વિગતે તેની માહિતી મેળવી હતી હવે તે સાસરી માં કે પિયર માં જવા માગતી ના હતી જેથી તેની ઈચ્છાનુસાર માટે ઓ. એસ સી મા આશ્રય અપાવવામાં આવ્યો છે.
[ad_2]
Source link