UPA સરકારે ગુજરાતને 30 સ્પીડ બોટ ફાળવી હતી પણ કાયમી સ્ટાફ જ નથી

0
329

[ad_1]


ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફીયા માટે સ્વર્ગ સમાન

30 બોટ માટે 120નો સ્ટાફ જોઇએ તેના બદલે માત્ર 65 છે અને તે પણ કોન્ટ્રાક્ટ પર

અમદાવાદ : ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓ સહિત અસામાજિક પ્રવૃત્તિઓનો હબ બની રહ્યો છે. દરિયા કિનારાની સુરક્ષા માટે યુપીએ સરકારે 12 મરીન પોલીસ સ્ટેશન, 45 મરીન પોલીસ ચોકી અને 30 સ્પીડ બોટ વર્ષ 2009માં મંજુર કરી હતી. દરિયાઈ સુરક્ષા અસરકાર રીતે થઈ શકે તે માટે આ 30 સ્પીડમાંથી 500 હો.પા.ના બે એન્જીનવાળી 20 બોટ છે અને 275 હો.પા.ના એક એન્જીનવાળી 10 બોટ છે.

ભારત સરકારે સમગ્ર દેશમાં દરિયાઈ સુરક્ષા માટે 100 સ્પીડ બોટની ફાળવણી કરી હતી. જેમાંથી 30 સ્પીડ માત્ર ગુજરાતને ફાળવવામાં આવી હતી. પરંતુ રાજ્યની ભાજપ સરકાર દ્વારા આ 30 સ્પીડ બોટને ઓપરેટ કરવા માટે ટેકનીકલ કે મરીન લાયકાત ધરાવતા એક પણ સ્ટાફ મેમ્બરની કાયમી ધોરણે નિમણૂંક કરવામાં આવી નથી.

વર્ષ 2009થી આજ દિવસ સુધી 30 સ્પીડ બોટ માટે 120 સ્ટાફ મેમ્બરની જરૂરીયાત સામે માત્ર 65 સભ્યોનો કરાર આધારીત સ્ટાફ 11 માસ માટે નિમાય છે અને 11 મહિના પછી કરાર રીન્યુ કરવામાં આવે છે. હમણાં ગુજરાતના દરિયા કિનારા ઉપર રૂપિયા 350 કરોડની કિમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, તે દરમિયાન 27 દિવસ સુધી આ 65 સભ્યોના સ્ટાફના કરાર વધારાના ત્રણ મહિના માટે રીન્યુ કરવામાં આવેલ ન હતો.

આટલા વર્ષો પછી બોટના માસ્ટર, સારંગ, એન્જીન ડ્રાઈવર, ઓઈલ મેન સહિતના સ્ટાફની કાયમી ભરતી કરવાને બદલે મરીન સુરક્ષા માટેની 30 સ્પીડ બોટના સંચાલન ઓવરેશનનો કોન્ટ્રેક્ટ (મેન પાવર સપ્લાય નો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને આપવાની કાર્યવાહી અંતિમ તબક્કામાં છે. આપણી દરિયાની સુરક્ષા માટે મળેલ 30 સ્પીટ બોટ હવે ખાનગી કંપનીના હાથમાં જતા હવે આપણી દરિયાઈ સુરક્ષા ખાનગી ઓપરેટરોના હાથમાં જશે.

ગુજરાતમાં 12 મરીન પોલીસ સ્ટેશન આવેલા છે, આ એક પોલીસ સ્ટેશનની હદ દરિયામાં 12 નોટીકલ માઈલ સુધીની છે. આ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફને મરીન તાલીમ આપીને મરીન કમાન્ડો તરીકે તૈયાર કરવા જોઈએ. પરંતુ પોલીસ સ્ટેશનમાં જમીન ઉપર સુરક્ષા કરવા માટેની તાલીમ ધરાવતા પોલીસમેનને જ દરિયાની પણ ડયુટી સોંપાય છે. આ પોલીસ કર્મીઓને દરિયાઈ સુરક્ષા માટેની તાલીમ જ હોતી નથી.

કેન્દ્ર સરકારે મરીન સ્પીડ બોટ દ્વારા સુરક્ષા માટે સ્ટાર્ન્ડડ ઓપરેશન પ્રોજેક્ટ (SOP) નક્કી કરી છે. તે મુજબ દરેક બોટમાં ઓછામાં ઓછા 1 પી.એસ.આઈ. અથવા પી.આઈ. અધિકારી તથા ત્રણ તાલીમબદ્ધ પોલીસ કમાન્ડો હોવા જરૂરી છે. પરંતુ સ્ટાફના અભાવે અત્યારે એક જ પોલીસ કોન્ટેબલ સ્પીડ બોટમાં સામેલ છે.

ડ્રગ્સ માફીયાઓ અને ત્રાસવાદીઓના નેટવર્ક સામે આ એક બિન અનુભવી, બિન તાલીમ કોન્સ્ટેબલ કરી રીતે દરિયાઈ સુરક્ષા કરી શકે? ઉપરાંત 45 મરીન પોલીસ ચોકી ઉભી કરાયેલ છે, આ પોલીસ ચોકીઓના મકાન બનાવ્યા પછી ખંભાતી તાળાઓ લગાવી દીધા છે. ટુંકમાં આ 45 મરીન પોલીસ ચોકીઓમાં એક પણ સ્ટાફ હોતો નથી, એટલે કે કાર્યરત નથી.

કોંગ્રેસનો આરોપ છે કે ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના દરિયા કિનારાની અવગણનાને કારણે અત્યારે ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફીયા, ત્રાસવાદીઓ અને દાણચોરો માટે સ્વર્ગ સમાન બની ગયો છે.

છેલ્લા 55 દિવસમાં રૂપિયા 25 હજાર કરોડનું 5500 કીલો ડ્રગ્સ ગુજરાતના દરિયા કિનારા ઉપરથી પકડાયુ છે. નિષ્ણાંતોના અંદાજ મુજબ આના કરતા 50 ગણુ ડ્રગ્સ પકડાયા વગર ગુજરાત મારફતે સમગ્ર દેશમાં સપ્લાય થયુ હોવાની શક્યતા છે. કોંગ્રેસની માંગ છે કે, રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર તાકીદે ઉંઘમાંથી ઉઠીને ગુજરાતની દરિયાઈ સરહદને સુરક્ષિત બનાવે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here