કોરોનાના કેસો વધતા રાત્રિ કરફ્યુનો સમય વધારવા સરકારની વિચારણા

0
297

[ad_1]


કોરોનાના થર્ડ વેવની આશંકાને પગલે સરકાર સતર્ક

અમદાવાદ સહિત મોટા શહેરોમાં ડોમ ઉભા કરી ટેસ્ટિંગ શરૂ કરવા આદેશ, રોજ 50 હજાર RT PCR ટેસ્ટ કરાશે

મંદિર, બગીચા, મેળા, પ્રવાસન સ્થળો, એરપોર્ટ, રેલવે સ્ટેશન- એસ ટી સ્ટેશને ચેકિંગ કરવા સૂચના અપાઈ

અમદાવાદ : દિવાળીના તહેવારોમાં અપાયેલી છૂટછાટને પગલે કોરોના ફરી દસ્તક આપી છે. અન્ય રાજ્યમાં  રજાઓ માણીને પરત ફરેલા ગુજરાતીઓ કોરોના વાહક બની શકે તેવી દહેશત ઉભી થઇ છે.

આ ઉપરાંત ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે આ જોતા રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. કોરોનાની સંભવીત ત્રીજી લહેરને જોતા રાજ્ય સરકારે ફરી એકવાર અમદાવાદ શહેર મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમયગાળો વધારવા વિચારણા શરૂ કરી છે. 

પાટનગર ગાંધીનગરમાં મુખ્ય સચિવ પંકજકુમાર એ બેઠક યોજી રાજ્યના મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા કલેક્ટરોને એલર્ટ રહેવા તાકીદ કરી છે. એટલું જ નહીં આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલ પરિપત્ર જારી કરી કોરોના વકરે નહીં તે માટે જરૂરી સૂચનાઓ આપી છે.

રાજ્ય આરોગ્ય સચિવના આદેશને પગલે હવે અમદાવાદ સહિતના મોટા શહેરોમાં ડોમ ઉભા કરી ફરી ટેસ્ટિંગ કરવામાં આવશે. એટલું જ નહીં રોજ 50 હજાર આરટી પીસીઆર ટેસ્ટ કરવા આદેશ અપાયો છે ખાસ કરીને જાહેર સ્થળોએ તત્કાલ સ્ક્રિનિંગ કરવા સુચના આપવામાં આવી છે.

મંદિર, બગીચા, મેળા સહિત એરપોર્ટ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન જેવા સ્થળોએ  પણ સઘન ચેકિંગ કરવામાં જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરો તેમજ શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોનું સ્થળ પર જ કોરોના ટેસ્ટિંગ કરવા આયોજન કરવામાં આવ્યું છે. આ સ્થળોએ મોબાઈલ ટેસ્ટિંગમાં પણ મુકવા નક્કી કરવામાં આવ્યું છે.

ગુજરાતની મોટાભાગની બોર્ડર ઉપર ફરી એકવાર અન્ય રાજયોમાંથી આવતાં મુસાફરોનું ફરજિયાત પણે ચેકિંગ કરવા આદેશ છૂટયો છે. એટલું જ નહીં, અન્ય રાજ્યમાં રજા માણવા ગયેલા લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી કોરોનાના લક્ષણો છે કે કેમ તે જોવા માટે પણ આરોગ્ય તંત્રે તૈયારીઓ કરી છે સાથે સાથે ધન્વંતરી રથોના માધ્યમથી કોરોનાને વધુ અટકાવવા આયોજન કરાયું છે.

દિવાળીના તહેવારોને પગલે રાજ્ય સરકારે રાતના એક વાગ્યા સુધી કરફયૂમાં છૂટછાટ આપી હતી પણ જે રીતે કોરોનાના કેસો કરી રહ્યા છે તે જોતા ફરી એક વાર રાત્રી કર્ફ્યુનો સમયગાળો વધારવા સરકાર વિચારી રહી છે. આ ઉપરાંત શાળાઓમાં ધોરણ 1થી 5ના વર્ગો પણ શરૂ કરવા કે કેમ તે અંગે શિક્ષણ વિભાગે પણ મતલબ હાથ ધરી છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here