રાજ્ય સરકાર હવે પોતાના માટે રૂ. 100 કરોડનું હેલિકોપ્ટર ખરીદશે

0
357

[ad_1]


સરકારે અગાઉ રૂ. 200 કરોડનું એરક્રાફ્ટ ખરીદ્યું હતું

જૂનું સારી કંન્ડિશનમાં હોવા છતાં નવું ખરીદવાનો નિર્ણય કેટલો વાજબી : પ્રજા બિચારી જોયા કરે છે

અમદાવાદ : ગુજરાત સરકારે અનેક વિવાદો વચ્ચે ખરીદેલા નવા ચેલેન્જર 650 બોમ્બાર્ડિયર લકઝુરિયઝ એરક્રાફટ પાછળ રૂ. 200 કરોડનું આંધણ કર્યા બાદ હવે રૂ. 100 કરોડનું નવુ હેલિકોપ્ટર ખરીદી કરી ગુજરાતની પ્રજાના પરસેવાની કમાણીનો કરોડોનો રૂપિયાનો ઘુમાડો કરશે. કરોડોના ખર્ચે નવુ હેલિકોપ્ટર લેવા સરકારને એવી તો રાતોરાત શું જરૂર પડી ? હવે નવા હેલિકોપ્ટરની ફાઇલ પાસ માટે સરકારની મંજૂરીની રાહ જોવાઇ રહી છે. 

રાજ્ય સરકાર પાસે હાલમાં એએસ 365 ડોફીન પ્રકારનું હેલિકોપ્ટર છે. એરબસ કંપની પાસેથી રાજ્ય સરકારે વર્ષ 2006માં હેલિકોપ્ટર ખરીદયુ હતુ. હવે લગભગ 15 વર્ષ બાદ રાજ્ય સરકારે જૂનું હેલિકોપ્ટર બદલી નવું હેલિકોપ્ટર ખરીદવાનું નક્કી કર્યું છે. નવું હેલિકોપ્ટરના આગમન બાદ જ જૂના હેલિકોપ્ટરને વેંચવામાં આવશે છે.

વિશ્વસનીય સુત્રો અને એવિએશન સાથે સંકળાયેલા નિષ્ણાતોના જણાવ્યા મુજબ સરકાર હાલમાં જે જૂના હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે તે સારી કંડીશનમાં હોવા છતાં વેંચીને નવું હેલિકોપ્ટર ખરીદવા સરકારનો આ અણઘડ નિર્ણય છે. હાલમાં કોઇ ઇમરજન્સી જરૂરિયાત ન હોવા છતાં આ હેલિકોપ્ટર શા માટે ખરીદવામાં આવી રહ્યુ છે તે એક તપાસનો વિષય છે. 

સૂત્રોએ વધુમાં ઉમેર્યુ કે નવા હેલિકોપ્ટરના બજેટ મંજૂર થયા બાદ કયા પ્રકારનું, વિદેશની કંઇ કંપની પાસેથી કેટલા સમયમાં ખરીદશે તે રાજ્ય સરકારના ગુજસેલ, સ્ટેટ એવિએશન, ફાઇનાન્સ અને ચીફ સેક્રેટરી સહિતની એક કોર કમિટી નક્કી કરશે ત્યારબાદ મંજૂરી માટે મુકેલી આખી ફાઇલ પાસ કરવામાં આવશે

દરમિયાન વિદેશમાં હેલિકોપ્ટર મેન્યુફેક્ચર કરતી કંપનીઓ પાસેથી ક્વોટેશન મંગાવાશે. એક અંદાજ મુજબ આ હેલિકોપ્ટરની કિંમત રૂ. 70 કરોડની આસપાસ હશે. ફાન્સમાં હેલિકોપ્ટર બનાવતી યુરોકોપ્ટર નામની કંપનીને એરબસ કંપનીએ ટેક ઓવર કરી લીધી છે .

આ કંપની સેફ્ટી સુરક્ષાની દ્રષ્ટિ ઉપરાંત એડવાન્સ મોડલનું મેન્યુફેક્ચરીંગ કરે છે જેથી દેશની જાયન્ટ કોર્પોરેટ કંપનીઓના વીવીઆઇપી, બિઝનેસમેનો આ કંપનીના હેલિકોપ્ટરનો વપરાશ વધુ કરે છે.

ગુજરાત સરકારે પણ આજ કંપની પાસેથી વર્ષ 2006માં ખરીદ્યું હતું. યુએસ સિૃથત પણ અન્ય એક હેલિકોપ્ટર બનાવતી કંપની છે પરંતુ સરકાર કંઇ કંપનીને નવા હેલિકોપ્ટરનો ઓર્ડર આપશે તે હજું નક્કી નથી. 

ગુજરાતમાં એરસ્ટ્રિપ ઓછી હોવાથી હેલિકોપ્ટરનો વધુ ઉપયોગ

ગુજરાતમાં પાંચ જેટલી એરસ્ટ્રીપ ઓપરેશનલ છે જેમાં મહેસાણા, મીઠાપુર, કેશોદ માંડવી, અમરેલીનો સમાવેશ થાય છે જે પ્રમાણમાં ઓછી હોવાથી સીએમને ચૂંટણી દરમિયાન ગુજરાતના ગામડાઓમાં સભાઓ કરવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ વધુ થાય છે.

ફાઇલ પાસ કરવા ગુજસેલના ડિરેક્ટર ટેબલે ટેબલે ફરી રહ્યા છે

નવા હેલિકોપ્ટરના બજેટની સરકારમાંથી યુધ્ધના ધોરણે મંજુરી મળી જાય તે માટે ગુજસેલના ડિરેક્ટર અજય ચૌહાણ કામે લાગ્યા છે. એટલું જ નહીં છેલ્લા કેટલાય વખતથી કોઇ ક્વેરી ન આવે તે માટે સરકારના ટેબલે ટેબલે તેઓ ફાઇલ પાસ કરાવવાની મહેનત કરી રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે. હવે રાજ્ય સરકાર આ ફાઇલ પાસ કરે તેની રાહ જોવાઇ રહી છે.

નવું હેલિકોપ્ટર ખરીદવામાં રસ કેમ જાગ્યો?

દેવામાં ડૂબેલી રાજ્ય સરકાર સરકારી બાબુઓ માટે ખરીદનાર નવા હેલિકોપ્ટર પાછળ અંદાજિત રૂ 100 કરોડ રૂપિયા સરકારી તિજારીમાંથી જશે. નવા હેલિકોપ્ટરની ખરીદીમાં સૌથી વધુ રસ કોણ દાખવી રહ્યુ છે.? જેમાં મસમોટી કટકી થવાનો મુદો સચિવાલયમાં ચર્ચાને સ્થાને છે. એવિએશનને લગતા નીતનવા પ્રોજેક્ટનું નિર્માણ કરવા ગુજરાત સ્ટેટ એવિએશનને વાષક રૂ. 281 કરોડનું બજેટ ફાળવામાં આવે છે

આ બજેટના પૈસાનો ઉપયોગ થોડા સમય પહેલા સી પ્લેન માટેના બનાવેલા નવા ટમનલ ઉપરાંત એર સ્ટ્રીપના ડેવલોપમેન્ટ, સહિત તાજેતરમાં રિવરફ્રન્ટ પર જોય રાઇડ માટે બનાવેલા હેલિપેડ સહિતના પ્રોજેક્ટમાં વપરાય છે. આ પ્રોજેક્ટ પાછળ પણ ક્યાંક ને ક્યાંક મસમોટી કટકી થતી હોવાની ચર્ચાએ જોર પકડયુ છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here