એસ.વી.પી. હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેઝ કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા

0
310

[ad_1]


અમદાવાદ,શનિવાર,13 નવેમ્બર,2021

મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોના
સહિતના પેશન્ટોની સંખ્યામાં ઘટાડો થવા પામ્યો છે.આ પરિસ્થિતિમાં હોસ્પિટલ
સત્તાવાળાઓએ કોન્ટ્રાકટ આધારીત નર્સિંગ સ્ટાફ સહિતના ૩૦૯ કર્મચારીઓને  છુટા કરવા નોટિસ આપતા શુક્રવારે પચાસથી વધુ
કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી જતા હોબાળો મચી જવા પામ્યો હતો.સત્તાવાળાઓએ હડતાળ ઉપર
ઉતરેલા કર્મચારીઓને સમજાવવાના પ્રયાસ હાથ ધર્યા છે.

સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,એસ.વી.પી.હોસ્પિટલમાં
આઉટ સોર્સિંગથી સ્ટાફની ભરતી કરવા યુ.ડી.એસ.ને કોન્ટ્રાકટ અપાયો હતો.ઓકટોબરમાં હોસ્પિટલમાં
કોરોના સહિતના દર્દીઓની સંખ્યા ઘટતા સ્ટાફ ઓછો કરવા કોન્ટ્રાકટ અપાયેલી કંપનીને જાણ
કરાઈ હતી.દરમ્યાન હોસ્પિટલ તંત્ર તરફથી છુટા કરવામાં આવેલા સ્ટાફને ઈ-મેઈલથી જાણ કરાતા   કેટલાક કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે.જો છુટા
કરવામાં આવેલા સ્ટાફને પરત લેવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચિમકી આપવામાં આવી હોવાનુ
જાણવા મળે છે.દરીયાપુરના ધારાસભ્યે આ બાબતને હોસ્પિટલના ખાનગીકરણનો પ્રયાસ હોવાનો આક્ષેપ
કર્યો છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here