ત્રિવેણી સંગમમાં કાર્તિકી પૂનમ પહેલા લોકોનો અસ્થિ વિસર્જન માટે ધસારો

0
340

[ad_1]

ખેડબ્રહ્મા, તા. 13

ખેડબ્રહ્મા ભૃગુઋષિ આશ્રમ નજીક ત્રણ નદીઓના ત્રિવેણી
સંગમમાં કાર્તિકી સુદ પૂનમના દિવસે મોટો મેળો ભરાય છે. ખેડબ્રહ્મા તેમજ વિજયનગર
તાલુકાના આજુબાજુ ગામડાનાં લોકો અહીં આવે છે. અને પિતૃઓની અસ્થિઓનું વિસર્જન કરે
છે. પરંતુ આ વર્ષે લોકો વહેતા અસ્થી વિસર્જન માટે આવ્યા છે. ગત વર્ષે કોરોનાના
કારણે લોકો આવી શક્યા નહોતા જેથી પુનમ પહેલા કેટલાક લોકો તરપણ વિધી માટે આવ્યા છે.

ખેડબ્રહ્મા ભૃગુઋષિ આશ્રમ નજીક આ પવિત્ર ત્રિવેણી સંગમની
જગા પવિત્ર ગણાય છે. પૌરાણીક જગા અંગે શાસ્ત્રો મુજબ વર્ષો પહેલા ભૃગુઋષિએ અહીં
આશ્રમ સ્થાપી તપ કર્યું હતું. તપ કરી ગંગા માતાને એક દિવસ પ્રગટ થવાનું કહ્યું
હતું જે ગંગા માતાએ સ્વીકારી કારતક સુદ પૂનમની વહેલી સવારે ત્રિવેણી સંગમમાં
ગંગાની લહેર ફુટે છે. આ દિવસે અહીં સ્નાન કરવાથી ગંગા સ્નાનનું પુણ્ય મળે છે. આ
દિવસે અસ્થિ વિસર્જન પણ કરવામાં આવે છે.

 અસ્થિ પાણીમાં
પડતાની સાથે જ પીગળી જતાં હોય છે. આ પવિત્ર જગા ઉપર તર્પણનો પણ મહિમા છે. પિતૃઓની
સદગતી કરવા માટે નારાયણ બલી પંચંબલી જેવી અનેક પ્રકારની વિધિઓ કરાવાય છે.
ખેડબ્રહ્મા તાલુકાના તેમજ વિજયનગર તાલુકા રાજસ્થાનના લોકો મોટી સંખ્યામાં અહિં આવે
છે. ગત વર્ષે કોરોનાના કારણે લોકો આવી શક્યા નહોતા અને તરપણ વિધી કરી શક્યા નહોતા
જેથી પૂનમ પહેલા કેટલાક લોકો તરપણ વીધી માટે આજે આવ્યા હતા. અને શાસ્ત્રીઓ પાસે
વિધી કરાવી હતી.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here