કચ્છની ૪૮૭ ગ્રા.પં.ની ચૂંટણી પૂર્વે જિ.પં.ના કામો પુરા કરવા કવાયત

0
298

[ad_1]

ભુજ,શનિવાર

ચૂંટણી પંચ દ્વારા કચ્છ સહિત રાજયની ૧૦ હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી ડિસેમ્બરના બીજા સપ્તાહમાં યોજવાની જાહેરાત કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ૪૮૭ ગ્રા.પંચાયતોની ચૂંટણી યોજાનાર હોવાથી ઠંડીના ચમકારા વચ્ચે ચૂંટણીનો ગરમાવો આવી ગયો છે. ત્યારે, કચ્છમાં પણ ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડે તે પહેલા જિલ્લા પંચાયતોના કામો પુરા કરવા કવાયત હાથ ધરી દેવામાં આવી છે. 

કચ્છની ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત આચાર સંહિતા લાગુ પડે તે પૂર્વે જ બાંધકામ સહિતની મહત્વની શાખાઓમાં પેન્ડીંગ કામો ઝડપાથી પુરા કરવા અને રોડ રસ્તાના કામોના વર્ક ઓર્ડર ઝડપાથી કાઢવા માટેની કવાયત તેજ કરવામાં આવી છે. સોમવારાથી કચ્છ જિલ્લા પંચાયતમાં સંબંિધત કામગીરીને લઈને ધમાધમાટ શરૃ કરી દેવાશે. થોડાક મહિનાઓાથી ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગેની ચર્ચા ચાલતી હતી તેવામાં ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ચૂંટણી યોજાશે તેવી જાહેરાતના પગલે ગરમાવો આવી ગયો છે. ખાસ તો ગ્રામ્ય વિસ્તારમાં શનિવારાથી જ સૃથાનિક આગેવાનોનો બેઠકોનો દોર શરૃ કરી દેવામાં આવ્યો છે.  

તો બીજીતરફ દસ બાર દિવસમાં આચારસંહિતા લાગુ પડવાની શકયતા હોવાથી હવે નજીકના દિવસોમાં કારોબારી કે અન્ય કોઈ મહત્વની બેઠક જિલ્લા પંચાયત દ્વારા બોલાવાય તેવુ લાગતુ નાથી. આગામી સમયમાં ધારાસભ્યોની ચૂંટણી યોજાશે તે પૂર્વે રાજકીય આગેવાનો સરપંચની ચૂંટણીમાં રસ લઈને સાથોસાથ વિાધાનસભાની ચૂંટણીના સોગઠા પણ ગોઠવી નાખશે. 

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here