અરવલ્લી જિલ્લામાં હજુ સુધી 1.45 લાખ નાગરિકોએ કોરોનાની રસી લીધી જ નથી

0
308

[ad_1]

મોડાસા,તા.13

રાજય સરકાર અને અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગના કેટલાય
પ્રયાશો પછી પણ રસીકરણ અભિયાનના આરંભના ૧૦ માસ વિતવા છતાં હજુ ૧
,૪૫,૯૧૩ વ્યક્તિઓ કોવીડ-૧૯ રસી મેળવવા કેન્દ્રો સુધી પહોંચ્યા જ નથી.ત્યારે
હવે રાજયમાં દિવાળી પછી વધેલા કોરોના સંક્રમણ અને સાબરકાંઠા અને ખેડા જિલ્લામાં
એકટીવ કેસને લઈ જિલ્લામાં રસીકરણથી બાકી રહેલા લોકોને લઈ સંભવીત સંક્રમણનો ફફડાટ
વર્તાઈ રહ્યો છે. જિલ્લામાં નિર્ધારીત લક્ષ્યાંક ૮
,૩૫,૩૯૫ ની સામે ૬,૮૯,૪૮૨
વ્યક્તિઓને કોરોના રસીનો પ્રથમ જયારે ૬૦૦૧૮૦ વ્યક્તિઓને બીજો ડોઝ તંત્ર દ્વારા
પૂરો પડાયો છે.

 જિલ્લામાં ૧૬
જાન્યુઆરીથી કોવીડ-૧૯ રસીકરણ અભિયાન હાથ ધરાયું હતું. જિલ્લામાં રસીકરણ ઝુંબેશના
૧૦ માસના ૩૦૦ દિવસના ગાળા દરમિયાન કેટલીકવાર રસીકરણની મેગાડ્રાઈવ પણ તંત્ર દ્વારા
યોજવામાં આવી હતી. જિલ્લાની આશરે ૧૧ લાખની વસ્તી પૈકી રસીપાત્ર ૮
,૩૫,૩૯૫ વ્યક્તિઓનો નિર્ધારીત લક્ષ્યાંક સિધ્ધ કરવા જિલ્લા કલેકટરના
માર્ગદર્શન હેઠળ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ર્ડા.આર.જી.શ્રીમાળી
,આરસીડીએચઓ ર્ડા.એ.બી.પટેલ  સહિત
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રસીકરણની વ્યાપક ઝુંબેશ હાથ ધરાઈ છે. ત્યારે છેલ્લા ૧૦
માસમાં જુદીજુદી ઝુંબેશ હેઠળ ૬
,૮૯,૪૮૨
વ્યક્તિઓને કોવીડ-૧૯ રસીનો પ્રથમ જયારે ૬૦૦૧૮૦ વ્યક્તિઓને રસીનો બીજો ડોઝ પૂરો
પાડવામાં આવ્યો છે.અને જિલ્લા તંત્રના 
પ્રયાશો બાદ ૮૭ ટકા લક્ષ્યાંક સિધ્ધિ હાંસલ કરવામાં આવી છે.પરંતુ હજુ
જિલ્લામાં ૧
,૪૫,૯૧૩ વ્યક્તિઓએ રસીનો
પ્રથમ ડોઝ મેળવ્યો જ નથી. તંત્રના  પ્રયાશો
છતાં કેટલીક માનસિકતા
,ભય કે પછી અપ્રચારથી દોરવાઈ આવા લોકો
રસી મેળવવા કેન્દ્ર સુધી પહોંચ્યા જ નથી. ત્યારે આગામી ચૂંટણીઓ પૂર્વે નવા નિયમોના
આધાર તળે રસીથી વંચીત રહેલાઓને રસીકરણ કરાય તે જરૃરી જણાય છે. જિલ્લા માં આશરે ૧૫
હજારથી વધુ વ્યક્તિઓ રસીનો બીજો ડોઝ ડયૂ થયો હોવા છતાં રસી લેવા આવ્યા જ નથી.એમ
સુત્રો દ્વારા જણાવાઈ રહયું છે. ત્યારે જિલ્લા તંત્ર અન્ય મહાનગરોની જેમ રસી નહી
મેળવનાર ઉપર પ્રતિબંધાત્મક નિયમો લાદે તે પણ અન્ય જિલ્લાવાસીઓના હિતમાં જરૃરી
હોવાનું અગ્રણીઓ જણાવી રહયા છે.

અરવલ્લીમાં ૧,૪૫,૯૧૩ વ્યક્તિઓનો
પ્રથમ અને ૮૯૩૦૨ જણાનો બીજો ડોઝ બાકી

દિવાળીના પર્વ બાદ રાજયમાં કોરોનાના કેસ વધી રહયા છે.
અરવલ્લી જિલ્લાના પાડોશી એવા સાબરકાંઠા જિલ્લામાં ૩ એકટીવ કેસ અને ૩૦ જણા
કર્વારન્ટાઈન કરાયા હોવાનું અને ખેડા જિલ્લામાં ૧ એકટીવ કેસ અને ૮૭ કર્વારન્ટાઈન
કેસ નોંધાયા હોવાનું રાજયના આરોગ્ય વિભાગે નોંધાયું છે. ત્યારે જિલ્લામાં કોવીડ-૧૯
રસીકરણના પ્રથમ ડોઝથી બાકી ૧
,૪૫,૯૧૩ અને બીજા ડોઝથી
બાકી ૮૯૩૦૨ જણાને રસી સત્વરે પૂરી પડાય તે જરૃરી બન્યું છે. 

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here