ગુજરાતમાાં કોરોના કેસમાં ફરી વધારો : વધુ ૩૭ને સંક્રમણ

0
130

[ad_1]

અમદાવાદ,શનિવાર

ગુજરાતમાં કોરોનાના
કેસમાં ૨૪ કલાક બાદ ફરી એકવાર વધારો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૭ નવા
કેસ સામે આવ્યા છે જ્યારે સળંગ ૧૨માં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી.

છેલ્લા ૨૪ કલાક
દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ ૧૦, સુરતમાંથી ૮, વડોદરામાંથી ૬, નવસારી-વલસાડમાંથી
૪, બનાસકાંઠા-ગીર સોમનાથ-પંચમહાલ-મહેસાણા-તાપીમાંથી ૧-૧ નવા કેસ નોંધાયા હતા. આ સાથે
જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૮,૨૬,૯૨૪ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૩૧ દર્દી કોરોનાને
હરાવી ચૂક્યા છે. અત્યારસુધી કુલ ૮,૧૬,૬૦૮ દર્દી કોરોનાથી સાજા થયા છે અને રીક્વરી
રેટ ૯૮.૭૫% છે.

રાજ્યમાં હાલ
૨૨૬ એક્ટિવ કેસ છે અને ૬ દર્દી વેન્ટિલેટર પર છે. અમદાવાદ ૬૩, વડોદરા ૩૯, વલસાડ ૩૪
અને સુરત ૨૨ સાથે સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા જિલ્લા છે. શનિવારે વધુ  ૪,૨૬,૫૧૬ને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. આ સાથે
જ કુલ વેક્સિનેશનનો આંક હવે ૭.૪૧ કરોડ થયો છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here