[ad_1]
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર
એક તરફ અમદાવાદના બિલ્ડરો જમીનના ભાવ સાતમે આસમાને પહોંચ્યા હોવાની વાત વહેતી કરી રહ્યા છે ત્યારે અમદાવાદની બંધ મિલોની અબજોના મૂલ્યની જમી વેચાતી જ નથી. તેનું એક કારણ એ છ ેકે બંધ મિલોની જમીનની હરાજી ઓફિશિયલ લિક્વિડેટર મારફતે કરાતી હોવાથી અને સંપૂર્ણ પેમેન્ટ ચેકથી જ કરવું પડતું હોવાથી બિલ્ડરો તે ખરીદી શકતા નથી. આ સ્થિતિમાં કામદારોને તેમના પૈસા હવે વહેલા મળે તે માટે સરકારે કે પછી અમ્યુકોએ જ તે જમીન ખરીદી લઈને હોસ્પિટલ સહિતની જાહેર સેવાઓ ઊભી કરવા માટે તેનો ઉપયોગ કરી લેવો જોઈએ. તેમ કરવાથી કામદારોને તમના નાણાં વહેલા મળી જશે. તેમને વહેલા નાણાં મળવા જોઈએ, કારણ કે ૩૦ વર્ષથી વળતર મળવાની રાહ જોતા કામદારોમાંથી ૫૦ ટકા કામદારો મૃત્યુ પામ્યા છે. તેમના સ્વજનો પણ હવે મોટી ઉંમરના થવા આવ્યા છે છતાં તેમને નાણાંનું વળતર મળ્યું નથી.
બંધ પડેલી મિલો તરફથી વળતર મળવાની રાહ જોતાં જોતાં ૫૦ ટકા કામદારો મૃત્યુ પામ્યા
જમીનના બજારના જાણકારોનુ ંકહેવું છે કે જમીનના સોદાઓમાં ૬૦ ચેકથી અને ૪૦ ટકા રોકડેથી આપવાનું ચલણ અને વલણ જોવા મળે છે. તેની સામે નેશનલાઈઝ બેન્કો તો સંપૂર્ણ રકમ ચેકથી કે ડી.ડી.થી જ માગે છે. આ વલણને પરિણામે ડેવલપર્સ કે બિલ્ડર્સ જમીન ખરીદી શકતા નથી. બીજું, બંધ મિલોની જમીન પર એન્ક્રોચમેન્ટ (દબાણ) થયેલું છે. આ દબાણ સરકારે પહેલા હટાવી આપવું જોઈએ. તેમ ન થતું હોવાથી પણ જમીન ખરીદવામાં ઉત્સાહ જોવા મળતો નથી. પરિણામે ત્રણ દાયકાથી વધુ સમય થયા પછીય બંધ મિલોની જમીન વેચાતી નથી. તેથી સરકારે તેનો ઉકેલ લાવવો જોઈએ. બીજું બંધ મિલોની જમીન પર કોમર્શિયલ બાંધકામ કરવામાં આવે તો ૪૦ ટકા કપાતમાં જાય છે. આ નિયમમાં પણ સરકાર કોઈ રાહત કરાવી આપે તો તે જમીન ખરીદવા કોઈપણ ્આગળ આવી શકે છે. આ માટે જીડીસીઆરમાં ફેરફાર કરવો પડે તો તે પણ કરી આપવો જોઈએ.
આર્યોદય મિલઃ અમદાવાદની આર્યોદય સ્પિનિંગ મિલના ૩૨૮૮ કામદારો પાંચમી મે ૧૯૮૯થી રૃા. ૨૬.૯૫ કરોડથી વધુ રકમના લેણા મળવાન ીરાહ જોઈ રહ્યા છે. જોકે પ્લાન્ટ અને મશીનરી કે પછી બિલ્ડિંગના વેચાણ થકી આવેલા રૃા. ૧.૪૫ કરોડ તેમને સમપ્રમાણમાં ચૂકવાયા છે. પરંતુ મોટાભાગની રકમ ૩૧ વર્ષ પછીય લેવાની બાકી છે. આર્યોદય મિલની ૨૪૭૮૭ ચોરસ મીટર જમીન ત્રણ ત્રણ વાર હરાજી માટે મૂકવામાં આવેલી છે. તેની ફ્રી હોલ્ડની જમીનનું મૂલ્ય રૃા. ૩૩.૯૫ કરોડ નક્કી કરવામાં આવ્યું છે. તેમ જ લીઝ હોલ્ડની જમીનનું મૂલ્ય રૃા. ૩૫.૮૬ કરોડ નક્કી કરવામાં આવ્યું છે.
મહેન્દ્ર મિલઃ કલોલ હાઈવે પર પ્રાઈમ લોકૅશન પર આવેલી મહેન્દ્ર મિલની ૧.૨૫ લાખ ચોર વીટર જમીન રૃા. ૧૩૫ કરોડમાં વેચવા કાઢેલી છે. પરંતું જેમીન વેચાતી નથી. તેથી તેના ૧૬૫૦ કામદારોને તેમના વળતરના નાણાં મળતા નથી. હવે તે જમીનના પ્લોટ પાડીન ેરૃા. ૨૦૬ કરોડના વેચવાનું આયોજન કરવામાં આવ્યું છે. લીઝ હ ોલ્ડની જમીનની લીઝ લંબાવીને કે પછી તેના જૂના ભાડાંને બદલે નવા ભાડા લેવાની જોગવાઈ કરીને પણ સરકાર આ જમીનના વેચાણનું કે માલિકી ટ્રાન્સફરનું આયોજન કરી શકે છે. રખિયાલની પટેલ મિલના કેસમાં આ પ્રકારનું સમાધાન કરવામાં આવેલું જ છે. જોકે સરકાર આ બાબતમાં અત્યારે મૂક પ્રેક્ષકની જેમ બેઠી છે.
મિલનું નામ કામદારોના બાકી લેણા કામદારોને ચૂકવાયેલા નાણાં કામદારોની સંખ્યા
આર્યોદય સ્પિનિંગ ૨૬,૯૫,૫૭૪૬૯ ૧,૪૫,૦૦,૦૦૦ ૩૨૮૮
સ્ટાર ઑફ ગુજરાત ૪,૮૯,૦૩,૯૧૯ ૫૫,૦૦,૦૦૦ ૬૫૦
મહિન્દ્રા મિલ કલોલ ૧૭,૦૮,૦૨,૬૩૪ ૩,૩૦,૮૫,૦૦૦ ૧૬૫૦
મહેશ્વરી મિલ ૨૫,૧૯,૨૪,૩૦૩ ૭,૬૩,૦૨,૮૦૦ ૧૧૯૮
[ad_2]
Source link