[ad_1]
બૂકી ગુંજન વ્યાસની પૂછપરછમાં ઊંઝા, વિસનગર અને ભાભરના બૂકી સાથેનું કનેકશન પણ બહાર આવ્યું
અમદાવાદ : આઇસીસી ટી-20 વર્લ્ડ કપની વિવિધ મેચ માટે સોલામાં ભાડેથી ફ્લેટ લઇને સટ્ટો રમાડી રહેલા ગુંજન ઉર્ફે રાજુ રાણી વ્યાસના બુકીને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.
ગુંજન વ્યાસની પુછપરછમાં ઉંઝા, વિસનગર અને ભાભરના બુકીઓના નામ ખુલ્યા છે.તો પોલીસને સટ્ટો રમી રહેલા ગ્રાહકોના નામ અને કોડ પણ મળી આવ્યા છે. જેના આધારે પોલીસ માની રહી છે કે આ કેસની તપાસમાં હજુ અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફને બાતમી મળી હતી કે સોલા કેમ્બે હોટલ પાસે આવેલા શ્યામ-2 રેસીડેન્સીના ફ્લેટમાં અમદાવાદનો કુખ્યાત બુકી ગુંજન ઉર્ફે રાજા રાણી વ્યાસ આઇસીસી ટી-20 વર્લ્ડ કપની મેચ પર મોટા પ્રમાણમાં ક્રિકેટ સટ્ટો ચલાવે છે.
જે બાતમીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફ દ્વારા ગુરૂવારે સાંજના સમયે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ગુંજન વ્યાસ લેપટોપ અને પાંચ જેટલા મોબાઇલ મારફતે સટ્ટો બુક કરી રહ્યો હતો. લેપટોપમાં તપાસ કરતા ક્રિકેટ સટ્ટાને લગતું ખાસ સોફ્ટવેર મળી આવ્યું હતું . જે અમિત ઉંઝા નામના બુકીએ તેને રૂપિયા ત્રણ હજારમાં આપ્યું હતુ.ં
આ ઉપરાંત, તે વિસનગરના છોટુ અને ભાભરના ચિન્ટુ નામના બુકી વતી પણ કામ કરતો હોવાનું પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું. પોલીસને ગુંજન પાસેથી તેના ગ્રાહકોના કોડ અને નામ પણ મળી આવ્યા હતા. આઇપીએલ ટી-20 અને આઇસીસી ટી-20ની મેચના સટ્ટા માટે ગુંજન વ્યાસે ફ્લેટ ભાડે લીધો હતો. ત્યારે તેની પુછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા છે.
[ad_2]
Source link