[ad_1]
ખેડબ્રહ્મા, તા. 12
ખેડબ્રહ્મા સ્ટેટ બેંકની બાજુમાં એલઆઈસી ઓફીસની નીચે પાન
પાર્લરમાં એક રિટાયર્ડ શિક્ષકના બેંકમાંથી રૂ. ૨,૫૧,૪૮૦ ઉપાડીને થેલી મુકી હતી ત્યાં કોઈ બે અજાણ્યા ગઠીયાઓ આશરે ૨૨ વર્ષની
ઉંમરના કોઈ અજાણ્યા ગઠીયાઓ નજર ચૂકવીને નાસી ગયા હતા. ભર બજારમાં મોટી રકમની ચોરી
થતા ખળભળાટ મચી ગયો હતો.
ખેડબ્રહ્મા શહેરના ભરચક વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક તેમજ
એલઆઈસી ઓફીસની બાજુમાં દિપકભાઈ રાવલનું પાન પાર્લર આવેલું છે. ત્યાં રાધીવાડ ગામના
રિટાયર્ડ શિક્ષક અળખાભાઈ મૂળાભાઈ વણકરે ધિ આંબેડકર શરાફી મંડળી ખેડબ્રહ્મા
ડીવીડન્ડ ચૂકવવા સેક્રેટરીએ ચેક આપ્યો હતો. તે ચેક વટાવવા સાબરકાંઠા બેંકમાં ૩.૩૦
વાગે વટાવીને રૂ. ૨,૫૧,૪૮૦ લઈને અળખાભાઈ
દિપકભાઈના પાન પાર્લર ઉપર આવ્યા હતા અને ત્યાં રૂપિયા ભરેલી થેલી મુકવા આપી હતી.
અને હું બાથરૂમ જઈને આવું છું તમે સાચવજો તેમ કહીને ગયા હતા પાન પાર્લર ઉપર
અજાણ્યા બે શખ્સો આશરે ૨૨ વર્ષની ઉંમરના ઉભા હતા તે દિપકભાઈ પાસે થમ્સપની માંગણી
કરતા તે આપવા જતા નજર ચૂકવનીને પૈસા ભરેલી થેલી ઉઠાવીને નાસી ગયા હતા.
અળખાભાઈએ તાત્કાલિક પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર
પહોંચી હતી અને આજુબાજુના ગામડાઓમાં તપાસ હાથ ધરી હતી. ભર બજારમાં આટલી મોટી રકમની
ચોરી થતા લોકોના ટોળા વળ્યા હતાં.
[ad_2]
Source link