વૃદ્ધ દંપતીની હત્યા-લૂંટમૉ ઝારખંડના આરોપીઓ રિમાન્ડ પર

0
207

[ad_1]

અમદાવાદ,
ગુરુવાર

ઘાટલોડિયાના પારસમણિ ફ્લેટમાં ધનતેરસની સાંજે વૃદ્ધ દંપતીની
હત્યા અને લૂંટના કેસના બે આરોપીઓને પોલીસ રિમાન્ડ પર સોપવાનો આદેશ ગ્રામ્ય કોર્ટે
કર્યો છે. રિમાન્ડ અરજીમાં ક્રાઇમ બ્રાંચ તરફથી રજૂઆત કરાઇ હતી કે આરોપીઓને
કોન્ટ્રાક્ટ આપી કોણે બોલાવ્યા અને સ્થાનિક સ્તરે તેમની મદદગારી કોણે કરીતે જાણવા
પોલીસ કસ્ટડીમાં તેમની હાજરી જરૃરી છે.

રિમાન્ડ અરજીમાં ક્રાઇમ બ્રાંચ તરફથી રજૂઆત કરાઇ હતી કે
આરોપીો મુકુટ ગોમય હપગદડા અને ઇમન જોસેફ ટોપ ઝારખંડમાં રહે છે. પારસણણિ ફ્લેટમાં
પાંચ મકાન બંધ હોવાથી રેકીના અંતે તેઓ લૂંટ કરવા ત્યાં ઘૂસ્યા હતા અને ત્રીજા માળે
દંપતીના ઘરનો દરવાજો ખૂલ્લો હોવાથી તેમાં ઘૂસી તેમણે લૂંટના ઇરાદે હત્યા કરી
હોવાની કબૂલાત કરી રહ્યા છે. જો કે તેમણે અહીં કોણે કોન્ટ્રાક્ટ પર બોલાવ્યા તેમજ
તેમને હથિયાર કોણે આપ્યા તે જાણવા તેમની પોલીસ કસ્ટડીમાં હાજરી જરૃરી છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here