[ad_1]
ભરૂચ : ત્રિપુરા રાજ્યમાં મુસ્લિમો પર થયેલ હુમલા અને અત્યાચારના વિરોધમાં ભરૂચના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું..આ આવેદનપત્ર કલેકટર મારફત દેશના રાષ્ટ્રપતિને સંબોધીને પાઠવવામાં આવ્યું હતું .
ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજે કલેકટરને આવેદનપત્ર પાઠવી ત્રિપુરા રાજ્યમાં અસામાજિક તત્વો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને અસરગ્રસ્તોને વળતર ચૂકવવામાં આવે તથા મુસ્લિમ સમાજના લોકોને ન્યાય અને તેમની જાનમાલ અને મિલકતની રક્ષા કરવામાં આવે તેવી માંગ સાથે રાષ્ટ્રપતિને સંબોધતા ભરૂચ કલેકટરને આવેદન પત્ર પાઠવ્યુ હતું. આ પ્રસંગે ભરૂચ મુસ્લિમ સમાજના અગ્રણી અબ્દુલ કામઠી, હુસેન કામઠી, પટેલ ઈમ્તિયાઝ ભાઈ, મૌલાના જાકિર હુસેન સહિતના અગ્રણીઓએ ઉપસ્થિતિ રહ્યા હતાં.
[ad_2]
Source link