છઠ પૂજામાં ભીડ વધતા મંત્રીઓ બંધ ગેટ કુદીને બહાર આવ્યા

0
226

[ad_1]

અમદાવાદ,તા.10 નવેમ્બર 2021, બુધવાર

ઇન્દિરા બ્રિજ પાસે આજે બુધવારે સાંજે છઠ ઘાટ પર છઠ પૂજા માટે હજારોની  સંખ્યામાં ભીડ ઉમટી પડતા ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી. 

ભીડને કાબુમાં લેવા માટે છઠ ઘાટ પર એક સમયે ગેટ બંધ કરી દેવાની ફરજ પડી હતી. આ સ્થિતિમાં મંત્રીઓએ ગેટ કુદીને બહાર નીકળવાની નોબત આવી હતી.

જાણવા મળતી માહિતી મુજબ ઇન્દિરાબ્રિજના છઠ ઘાટ પાસે મુખ્ય આયોજન સ્થળ પર ભારે ભીડ થઇ જતા છઠ ઘાટ તરફના ગેટ  બંધ કરવા પડયા હતા. જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને  મંત્રી જગદીશ પંચાલ બંનેએ બંધ ગેટ કુદીને બહાર નીકળવાની ફરજ પડી હતી. જેને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here