હિંમતનગરમાં બીમાર થયેલા સગીરાની નુકસાન વળતરની અરજી કોર્ટે ફગાવી

0
352

[ad_1]

હિંમતનગર તા. 10

ડેન્ગ્યુની બીમારીમાં સંપળાયેલ હિંમતનગરની સગીરાએ પ્લેટલેટ
ઘટી ગયા બાદ હિંમતનગરની અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ થવા સાથે
લેબોરેટરીના રીપોર્ટો કરાવા માટે વ્યાપક ખર્ચ કરવો પડયો હતો. જે ખર્ચ બાદ દર્દીએ
સેવાકીય ખામીના કારણે થયેલ નુકસાની પેટે ખર્ચ અને વળતર મેળવવા માટે હિંમતનગરની
ખાનગી લેબોરેટરીના સંચાલક વિરૂધ્ધ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં દાદ માગ્યા બાદ કોર્ટના
ન્યાયાધિશે દર્દીની ફરીયાદનો નિકાલ કરી દાદ માગતી અરજી ના મંજુર કરી મહત્વ પુર્ણ
ચુકાદો આપ્યા હતો.

હિંમતનગરમાં ડેન્ગ્યુનો ભોગ બનનાર સગીર દિકરીને હિંમતનગર
તેમજ અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં પ્લેટલેટ ઘટી જતા સારવાર માટે ખસેડવી પડી હતી.
ડેન્ગ્યુને લઈ તાવથી પીડીત દિકરીના હિંમતનગરની એક ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવી
રીપોર્ટ મેળવ્યા હતા. જેમાં બિમારીનો ભોગ બનનાર દિકરીના પરીવારજનોએ દિકરીની બિમારી
પાછળ થયેલા ખર્ચને લઈ હિંમતનગર સ્થિત ગ્રાહક સુરક્ષા કોર્ટમાં સેવાકીય ખામીના
કારણે ખાનગી લેબોરેટરીના સંચાલકો વિરૂધ્ધ થયેલ નુકસાનનુ વળતર અને ખર્ચ સહિત રૃા.
૭૫ હજાર મેળવવા દાદ માગી હતી.

હિંમતનગર સ્થિત ગ્રાહક સુરક્ષા કોર્ટમાં નુકસાની સાથે વળતર
મેળવવાનો આ કેસ ચાલી જતા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનના પ્રમુખ અરવિંદકુમાર
એસ. ગઢવીએ ખાનગી લેબોરેટરી વતી હાજર રહેલા એડવોકેટ ભાવેશ બારોટની દલીલોને ધ્યાને
લઈ તેમજ રજુ કરેલા પુરાવાઓને ગ્રાહ્ય રાખી દાદ માગતી અરજીનો નિકાલ કરતા એવુ તારણ
કાઠયુ હતુ કે શરીરના આંતરીક અવયવોમાં પણ ફેરફારો ઉદ્ભવતા હોય છે અને રીકવર પણ થતા
રહે છે. તેવા સંજોગોમાં આગલા દિવસે થયેલા રીપોર્ટમાં અને બીજા દિવસે થયેલ
રીપોર્ટમાં ફેરફાર આવી શકે છે તેમજ પ્લેટલેટ કાન્ટમાં પણ ફેરફાર થઈ શકે છે.
જેથી  કોર્ટે નુકસાની સાથે વળતર મેળવવાની
દર્દીની અરજીને ના મંજુર કરી મહત્વપુર્ણ ચુકાદો આપ્યો હતો.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here