[ad_1]
ભરૂચ : આમોદ તાલુકાના સરભાણ ગામમાં કપાસના ખેતરમાંથી ગઈ કાલે સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો. સુરત ખાતે મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાયુ હતું. જેમાં આ બાળા સાથે બળાત્કાર બાદ તેનું ગળું દબાવી હત્યા થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ રેપ વિથ મર્ડર અને પોસ્કો મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આમોદ તાલુકાના સરભાણ ગામમાં ગઈ કાલે જસવંતભાઈના ખેતરમાં સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો. લોહી લુહાણ હાલતમાં મૃતદેહ હોવાથી પોલીસ દોડતી થઈ ગઈ હતી. પહેલાથી જ આ બનાવ હત્યા અને બળાત્કારનો લાગતો હતો. શું બન્યું તે જાણવા પોલીસે મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે સુરત મોકલ્યો હતો. જેનો રિપોર્ટ આવતા સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા થઈ હોવાની આશંકા સાચી ઠરી છે. જેથી પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ રેપ વિથ મર્ડર અને પોસ્કો હેઠળ ગુનો દાખલ કરી તેને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.
[ad_2]
Source link