ભરૂચના ભોલાવ, ઝાડેશ્વર અને ઉમરાજ ગામમાં નલ સે જલ યોજનાના ઇન્ટરનલ નેટવર્ક માટે રૂ 18.14 કરોડ મંજુર

0
148

[ad_1]

ભરૂચ: નલ સે જલ યોજના ભરૂચ જિલ્લા માટે મહત્વની છે.આ યોજના માટે ભોલાવ, ઝાડેશ્વર અને ઉમરાજ ગામોમાં ઇન્ટરનલ નેટવર્ક ઉભું કરવા ગુજરાત સરકારે નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્યની સક્રિયતાના પગલે રૂ 18.14 કરોડ મજુર કરતાં ત્રણેય ગામોમાં આનંદ પ્રસરી ગયો છે.

તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભરૂચ જિલ્લાના વાલિયા ખાતેથી નલ સે જલ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. આ મહત્વની યોજના સાકાર થતા સમગ્ર જિલ્લામાં  પાણીની તકલીફ નહીં રહે. પરંતું હાલમાં ભરૂચ તાલુકાના ભોલાવ, ઝાડેશ્વર, અને ઉમરાજ જેવા વિકસિત ગામોમાં નલસે જલ યોજના અંગે ઇન્ટરનલ નેટવર્ક ઉભું કરવું ખૂબ જરૂરી જણાયું હતું. આ ત્રણ ગામોમાં નલ સે જલ કાર્યક્રમના અનુસંધાને આંતરિક માળખાકીય સુવિધા ઉભી કરવાની જરૂરિયાત જણાઈ હતી જેથી ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે સક્રિયતા દાખવી હતી. આ બાબતે ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલને સંપૂર્ણ વિગત સાથે પ્રોજેક્ટ રજૂ કરતા મંત્રી ઋષિકેશ પટેલે નલ સે જલ યોજના લાગુ કરવા ઇન્ટરનલ નેટવર્ક એટલે કે માળખાકીય સુવિધા ઉભી કરવા ભોલાવ, ઝાડેશ્વર અને ઉમરાજ ગામો માટે કુલ રૂ 18.14કરોડ મંજુર કર્યા હતાં. માળખાકીય જરૂરિયાત માટે ગુજરાત સરકાર દ્વારા નાણાં મજુર કરાતા નલ સે જલ યોજના ઝડપથી આગળ ધપી રહી છે અને આવનારા ટૂંક સમયમાં આયોજના સાકાર થતા પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે એમ જણાઈ રહ્યું છે. 

સરકારનો આ નિર્ણય ઉપરોક્ત ગામો માટે ખૂબ ઉપયોગી અને ફળદાયી સાબિત થશે. આ માટે પ્રયત્ન કરનાર ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલનો ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here