[ad_1]
પાલનપુર તા.9
પાલનપુરમા જિલ્લા પંચાયત સામેના વિસ્તારમાં યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારી જાહેરમાં હત્યા કરી દેવામાં આવતા ભર બજારે ખૂની ખેલ ખેલાતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.જોકે યુવકની હત્યા કર્યા બાદ હત્યારો ફરાર થઈ ગયો હતો. બાદમાં પોલીસને જાણ થતાં પશ્ચિમ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી બનાવની તપાસ હાથ ધરી હતી.
પાલનપુરમાં દિવાળીના તહેવારો બાદ લાભ પાંચમના દિવસે વેપાર ધધાં ખુલતા બજારમા લોકોની માંડ ચહલ પહલ શરૃ થઈ હતી ત્યારે પાલનપુર માં કોઈ કામે આવેલ લુણવા ગામનો ગોપાલભાઈ કાળુભાઇ વેડુ પોતાના પરિવાર સાથે જિલ્લા પંચાયત આગળ આવેલ જીઆઇડીસીના નાકે બેઠો હતો.તે સમયે પાલનપુર તાલુકાના વગડા ગામનો વતની અને હાલ પાલનપુરના હરિપુરા વિસ્તારમાં રહેતા પરથી અમરત પટણી નામનો યુવક તીક્ષ્ણ હથિયાર સાથે આવી ચડી ગોપાલ વેડુના પુત્ર પર હુમલો કરવા જતા તેને છોડાવવા પરથીએ ગોપલ વેડુંના કાન અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઉપરા છાપરી ઘા ઝીંકી દેતા બજારમાં અફરાતફરી મચી ગઇ હતી. તો બીજી બાજુ હત્યારો હત્યા કરી ફરાર થઇ ગયો હતો.જોકે ભર બજારમાં દિન દહાડે હત્યાની ઘટનાને લઈ લોકોના ટોળેટોળાં ઉમટી પડયા હતા બનાવની જાણ થતાં શહેર પશ્ચિમ પોલીસ ઘટના સ્થળે દોડી આવી લાશને પીએમ અર્થે મોકલી હત્યાની ઘટનાની તપાસ હાથ ધરી હતી.
હત્યારો પુત્રને મારવા આવ્યો અને પિતાની હત્યા કરી નાખી
પાલનપુર તાલુકાના વગદા ગામનો વતની અને પાલનપુરના હરિપુરામાં સાસરીમાં રહેતો પરથી અમરત નામનો આરોપી મૃતક ગોપાલ વેડુંના પંદર વર્ષીય પુત્રને મારવા આવ્યો હતો.જ્યાં તેને બચાવવા જતા પિતા ગોપાલની પરીવારજનોની નજર આગળ કરપીણ હત્યા કરવામાં આવી હતી.
[ad_2]
Source link