મહિલાને પજવનાર મોડાસાના પ્રાંત અધિકારીની ધરપકડ

0
149

[ad_1]

મોડાસા,તા.9

ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવતા એક મહિલા અધિકારીને વશ થવા એક
તરફી પ્રેમમાં દબાણ કરનાર અને આ મહિલાને ફોટા અને વીડીયો મોકલી બદનામ કરી દેવાની ધમકી
આપવા બદલ મોડાસાના પ્રાન્ત અધિકારીની અમદાવાદ સાયબર ક્રાઈમ ટીમે અરવલ્લી સેવા સદન ખાતેથી
અટકાયત કરાતાં જિલ્લાભરમાં ચકચાર મચી હતી. આ અટકાયત અને અધિકારીનો મોબાઈલ જપ્ત  કર્યો હતો. 

મોડાસા ખાતે જિલ્લા સેવાસદનમાં આવેલી પ્રાંત કચેરીના પ્રાંત
અધિકારી એવં સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ સામે એક મહિલા અધિકારી દ્વારા અમદાવાદ સાયબર ક્રાઈમમાં
કરાયેલ ફરીયાદને પગલે મંગળવારના રોજ સેવાસદન ખાતેથી ક્રાઈમ ટીમે આ અધિકારીને અટકાયતમાં
લઈ અમદાવાદ ખાતે લઈ જવામાં આવતાં જ જિલ્લા સેવાસદન
,વહીવટી તંત્ર અને સમગ્ર જિલ્લા વહીવટી તંત્રમાં સન્નાટો છવાયો
હતો.મૂળ કપડવંજ તાલુકાના શીહોરા ગામના અને અગાઉ ડીવાયએસઓ તરીકે ગાંધીનગર અને ત્યારબાદ
બઢતી મળતાં મોડાસા પ્રાન્ત અધિકારી તરીકે ફરજ બજાવતા આ યુવા અધિકારી મયંક પટેલ સામે
નોંધાયેલ એક ફરીયાદને પગલે અમદાવાદ સાયબર ક્રાઈમ ટીમે જિલ્લા સેવા સદન ખાતેની કચેરીમાંથી
જ આ અધિકારીની અટકાયત કરી અમદાવાદ લઈ જવાયા હતા.

ફરીયાદ પ્રકરણે વધુ પુછપરછ,તપાસમાં લઈ જવાયેલા આ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ કક્ષાના અધિકારીના
મોબાઈલ ફોન પોલીસે વધુ તપાસ અર્થે જપ્ત કર્યા છે.

 મળતી માહિતી મુજબ આ
અધિકારી દ્વારા અગાઉ અરવલ્લી જિલ્લામાં અને હાલ ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવતા એક મહિલા
અધિકારી સાથે બળજબરી પૂર્વક સંબંબો બાંધવા દબાણ કરાતું હોવાનો
, આ મહિલા અધિકારીને
તાબે થવા ફોટા અને વીડીયો મોકલી અને હોદ્દાનો દુરપયોગ કરી મહિલાને ધમકી આપતો હોવાના
આક્ષેપ બાદ આ પ્રાંત અધિકારી મયંક પટેલ વિરૂધ્ધ અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરીયાદ કરાઈ
હોવાનું જણાઈ આવ્યું હતું.અને ગત સોમવારે નોંધાયેલી આ ફરીયાદને પગલે અમદાવાદ  સાયબર ક્રાઈમ ટીમે આ પ્રાંત અધિકારીની અટકાયત કરાઈ
હોવાનું સૂત્રો દ્વારા જણાવાઈ રહયું છે.

 મહેસૂલ ખાતાના એક મહત્વના હોદ્દા ઉપર ફરજ બજાવતા અધિકારી દ્વારા
એક મહિલા અધિકારી સાથે બળજબરીથી સંબંધ બાંધવા એક તરફી પ્રેમમાં પાગલ એવા અધિકારી મયંક
પટેલની અટકાયતને પગલે જિલ્લા વહીવટી તંત્રમાં ખળભળાટ મચ્યો હતો.અને આ પ્રકરણ સમગ્ર
જિલ્લામાં ટોક ઓફ ધ ડીસ્ટ્રીકટ બન્યું હતું.

જોકે આ પ્રકરણે તંત્રના અધિકારીઓએ કંઈ પણ જણાવવાનો ધરાર ઈન્કાર
કરી દીધો હતો.

અધિકારીના મોબાઈલમાંથી અશ્લિલ ફોટા મળી આવ્યા હોવાથી ચકચાર

છેલ્લા એક વર્ષથી મહિલા અધિકારીને બળજબરી ૉપૂર્વક વશમાં કરવાના
જે અધિકારી ઉપર આક્ષેપો કરાઈ રહયા છે અને ફરીયાદ બાદ પોલીસે અટકાયત કરી છે તેવા અરવલ્લી
જિલ્લાના ડેપ્યુટી કલેકટરના મોબાઈલમાંથી અશ્લિલ ફોટા મળ્યા હોવાની ચર્ચાથી ચકચાર મચી
હતી.અને આ અધિકારીના મોબાઈલો વધુ તપાસ અર્થે સાયબર ક્રાઈમ ટીમે જપ્ત કરતાં આ અધિકારી
સાથે સાંઠગાંઠ ધરાવતા કેટલાય રાજકારણીયો
,મીડીયા કર્મીઓ
અને એજન્ટોના પગ નીચે રેલો આવતાં સૌએ બચવા દોડધામ મચાવી છે.

મારી પાસે કોઈ જાણકારી નથી 
: અધિક કલેક્ટર

અરવલ્લી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડનો સંપર્ક કરતાં તેઓએ
જણાવ્યું કે ડેપ્યુટી કલેક્ટરને પૂછતાછ માટે અમદાવાદ શહેર સાયબર ક્રાઈમની ટીમ લઈ ગઈ
છે તે અંગેની કોઈ જાણકારી મને મળી નથી. જાણકારી મળ્યા બાદ જણાવીશું.

સાયબર ક્રાઈમ ટીમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને એન્ટ્રી કરાવી

મહિલા અધિકારીની ફરીયાદ બાદ મોડાસાના ડેપ્યુટી કલેકટર,પ્રાંત અધિકારી અને
એસડીએમ મયંકકુમાર રાજેશભાઈ પટેલ નાઓની અટકાયત કરનાર અમદાવાદ સાયબર ક્રાઈમ ટીમે મોડાસા
ટાઉન પોલીસ  સ્ટેશને નોંધ કરાવી હતી.ગુના રજી.નંબર
૦૬૧૩૪/૨૧ ની આ નોંધમાં આ અધિકારી વિરૂધ્ધ નોંધાયેલ ઈપીકો કલમ ૩૫૪-ડી
,૫૦૯,૫૦૬(૨),૫૦૦ તથા આઈ ટી એકટ
કલમ ૬૬-ઈ અને ૬૭ એ હેઠળના ગુનાના કામે વધુ પુછપરછ માટે સાયબર ક્રાઈમ પો.સ્ટેશન અમદાવાદ
ખાતે લઈ જવા માટેની એન્ટ્રી કરાવાઈ છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here