પૂરતા પ્રમાણમાં ટેકાના ભાવ નહીં મળતા ખેડૂતોએ ખુલ્લા બજારમાં મગફળી વેચી

0
140

[ad_1]

મહેસાણા,
પાટણ, ડીસા, ભીલડી, તા. 9

ઉત્તર ગુજરાતમાં દિવાળીના મીની વેકેશન બાદ લાભ પાંચમને મંગળવારના  રોજથી માર્કેટયાર્ડ ફરી ધમધમતા થયા છે. જોકે સરકાર
દ્વારા લાભપાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૃ કરવાની હતી પરંતુ તંત્ર દ્વારા અધુરી
તૈયારીઓને કારણે કોઈપણ માર્કેટયાર્ડમાં ખરીદી શરૃ થઈ શકી નથી. જોકે પાટણ જિલ્લાના પાંચ
માર્કેટયાર્ડોમાં કપાસ
એરંડા અને અડદની આવક શરૃ થઈ છે.

ઉત્તર ગુજરાતના પાટણ,
સમી, હારીજ, રાધનપુર, વારાહી, ચાણસ્મા, ડીસા, પાલનપુર, ભીલડી, સતલાસણા, ખેરાલુ, વિજાપુરના માર્કેટયાર્ડોમાં
નાફેડ દ્વારા અન્ન અને પુરવઠા નિગમને ટેકાના ભાવે ખરીદી કરવા સોંપેલ છે. સરકારે મગફળીના
ટેકાના ૧૧૧૦ રૃા. ભાવ નક્કી કર્યા છે. લાભપાંચમથી ખેડૂતોનો માલ લેવાનું શરૃ કરવાનું
હતું. પરંતુ માર્કેટયાર્ડમાં ખરીદ કેન્દ્રો પર હજી સુધી સીસીટીવી કેમેરાઓ લાગ્યા જ
નથી. કર્મચારીઓ ખરીદ કેન્દ્રો પર આવ્યા હતા. પરંતુ બારદાન સહિતની કોઈ વ્યવસ્થા કરવામાં
ન આવતા મુહુર્તના પ્રથમ દિવસે જ ખરીદીની કોઈ વ્યવસ્થા ન કરાતાં ખેડૂતોમાં ભારે રોષ
જોવા મળ્યો છે.બીજી તરફ ટેકાના ભાવ કરતાં ખુલ્લા બજારમાં મગફળીના વધુ ભાવ મળી રહ્યા
હોવાથી ઉત્તર ગુજરાતના નિર્ધારીત ખરીદ કેન્દ્રો ઉપર ખેડૂતો પ્રથમ દિવસે ફરક્યા ન હતા.

બનાસકાંઠાના ૬૦૦૦ ખેડૂતોએ નોંધણી કરાવી

બનાસકાંઠા જિલ્લામાં ૧૪ માર્કેટયાર્ડોમાં નિગમ દ્વારા ખરીદ
કેન્દ્રો શરૃ કરવામાં આવ્યા છે. જિલ્લામાં માત્ર ૬૦૦૦ જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી
છે. જેમાં ડીસામાં ૧૨૦૦ જેટલા ખેડૂતોએ નોંધણી કરી છે. મગફળી પકવતા ખેડૂતોને
પોષણક્ષમ ભાવો ન મળતા સરકારે ટેકાના ભાવે ખરીદીની વ્યવસ્થા કરી છે. પરંતુ ટેકાના
ભાવ કરતાં ખુલ્લા બજારમાં ૧૧૦૦થી ૧૩૦૦નો 
ભાવ મળતાં તંત્રના કેન્દ્રો પર વેચાણ કરવા ફરક્યા જ નહીં.

ડીસામાં એક જ દિવસમાં મગફળીની એક લાખ બોરીની હરાજી

 ડીસા માર્કેટયાર્ડમાં
એક જ દિવસમાં એક લાખ બોરીની હરાજી કરી એ જ દિવસે તેનો નિકાલ  કરવામાં આવ્યો હતો.ં લાભપાંચમથી માર્કેટયાર્ડ
શરૃ થતાં પ્રથમ દિવસે ખુલ્લા બજારમાં મગફળીના ભાવ ૧૧૦૦થી માંડીને ૧૩૦૦નો ભાવ
ખેડૂતોને મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

આ વર્ષે કપાસના ભાવમાં રૃ.૫૦૦નો વધારો

પાટણ જિલ્લાના પાંચ માર્કેટયાર્ડોમાં કપાસ, એરંડા અને અડદના
ઢગ જોવા મળ્યા છે. ગંજબજારમાં જાણે કપાસની સફેદ ચાદર પથરાઈ હોય એવો માહોલ સર્જાયો
હતો. ચાલુ સાલે કપાસમાં ૧૬૭૫ નો ઉંચો ભાવ મળતા રોજની ૪૦થી ૫૦ ગાડીઓ ગંજબજારમાં આવી
રહી છે. ૨૫૦૦૦ મણ કપાસની આવક નોંધાઈ છે.

ખેરાલુ,
સતલાસણા, વિજાપુરમાં
ખરીદી શરૃ ન થઈ

સતલાસણા ગંજબજારમાં રોજ મગફળીની રોજની ૧૦૦૦ બોરીની આવક શરૃ થઈ
છે. બજારમાં ૯૫૦થી ૧૧૦૦ સુધીના ભાવ બોલાઈ રહ્યા છે. ખેરાલુ
, વિજાપુરમાં પણ તંત્ર
દ્વારા સીસીટીવી કેમેરા હજી લગાવાયા નથી તથા કોઈ જ ખરીદી કરવામાં આવી નથી. વિજાપુરમાં
પાંચ ખેડૂતોને બોલાવાયા હતા પરંતુ ખેડૂતો આવ્યા જ નથી.

બનાસકાંઠાના ખેડૂતો પાટણમાં વેચાણ કરે છે

પાટણ જિલ્લામાં મગફળી ખુલ્લા બજારમાં વેચવામાં આવી રહી છે.
લાભપાંચમથી રજીસ્ટ્રેશનની શરૃઆત કરી છે પરંતુ બપોર સુધીમાં જુજ રજીસ્ટ્રેશન
નોંધાયું છે. બનાસકાંઠાના ખેડૂતો પણ પાટણ ખુલ્લા બજારમાં મગફળી લઈન ેવેચવા આવી
રહ્યા છે.

ભીલડીમાં લાભપાંચમે મગફળીની ૨૦ હજાર બારીની આવક

ભીલડી માર્કેટયાર્ડોમાં દિવાળીના તહેવારોમાં ૧૦ દિવસનું
વેકેશન બાદ લાભપાંચમના દિવસે ખુલતા મગફળીને લઈને વાહનોની લાંબી કતારો જોવા મળી
હતી.  વેપારીઓ મુહુર્ત કરીને મગફળીની હરાજી
શરૃ કરવામાં આવી હતી. જેમાં માર્કેટમાં ૨૦ હજારથી વધુ બોરીની આવક જોવા મળી હતી અને
મગફળીના ભાવ ૨૦ કિલોના રૃ.૯૫૦થી  રૃ.૧૧૫૦
મળ્યા હતા.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here