[ad_1]
– હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટના ગુનામાં વોન્ટેડ આરોપી
– હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ થતા ભાગતા પહેલા પ્રકાશ ઉર્ફે પકાએ ભાઈને પિસ્તોલ સાચવવા આપી હતી તે પોલીસે બે મહિના અગાઉ કબજે કરાઈ હતી
સુરત, : સુરતના ઉધના રોડ નં.9 ની ગેંગ સાથે ઘણા સમયથી માથાકૂટ ચાલતી હોય પિસ્તોલ લાવ્યા બાદ હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ થતા ભાગતા પહેલા ભાઈને પિસ્તોલ સાચવવા આપનાર માથાભારે પ્રકાશ ઉર્ફે પકો આહિરેને ડિંડોલી પોલીસે તેના ઘર નજીક જ પરિણીત પ્રેમિકાના ઘરમાંથી વધુ એક લોડેડ પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. હત્યા, હત્યાના પ્રયાસ, લૂંટ, આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનામાં સામેલ પ્રકાશ ઉર્ફે પકો પરિણીત પ્રેમિકાને દિવાળીમાં મળવા માટે આવ્યો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ એએસઆઈ ચેતન વાનખેડે, હેડ કોન્સ્ટેબલ મયૂરધ્વજસિંહ જાડેજા, ભરતભાઈ કેદારભાઈ અને કોન્સ્ટેબલ સંતોષ પાટીલને મળેલી બાતમીના આધારે ડિંડોલી પોલીસે પ્રકાશ ઉર્ફે પકો અશોકભાઈ આહિરે ( ઉ.વ.23, રહે.પ્લોટ નં.82, શુભમ રેસિડન્સી ગેટ નં.2, નવાગામ ડિંડોલી, સુરત. મૂળ રહે.ગોપાલપુરા, ક્રિષ્ના મંદિર, ડોંડાઈચા, જી. નંદુરબાર, મહારાષ્ટ્ર ) ને તેના ઘર નજીક એક મહિલાના ઘરમાં છાપો મારી ઝડપી પાડી તેની પાસેથી રૂ.10 હજારની કિંમતની પિસ્તોલ અને રૂ.50 ની કિંમતનું એક કારતુસ કબજે કર્યા હતા. ડિંડોલી, લીંબાયત અને ઉધના પોલીસ સ્ટેશનમાં હત્યા, હત્યાના પ્રયાસ, લૂંટ, આર્મ્સ એક્ટ જેવા 13 ગંભીર ગુનામાં સામેલ પ્રકાશ ઉર્ફે પકો દિવાળી હોવાથી ઘર નજીક રહેતી પરિણીત પ્રેમિકાને મળવા આવ્યો ત્યારે લોડેડ પિસ્તોલ સાથે લઈને આવ્યો હતો.
બે વર્ષ અગાઉ લીંબાયત પોલીસ મથકમાં હત્યાના પ્રયાસના ગુનામાં ઝડપાયેલા માથાભારે પ્રકાશ ઉર્ફે પકો આહિરેની ઉધના રોડ નં.9 ની ગેંગ સાથે ઘણા સમયથી માથાકૂટ ચાલતી હોય તે પિસ્તોલ લાવ્યો હતો. જોકે, પિસ્તોલ લાવ્યા બાદ હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ થતા ભાગતા પહેલા તેણે ભાઈ મનોજને પિસ્તોલ સાચવવા આપી હતી. ડિંડોલી પોલીસે મનોજને બે મહિના અગાઉ નવાગામ કૈલાશનગર રેલવે પટરી પાસેથી પિસ્તોલ-બે કારતુસ સાથે ઝડપી પાડી પ્રકાશને વોન્ટેડ જાહેર કર્યો હતો. ડિંડોલી પોલીસે પ્રકાશ ઉર્ફે પકા પાસેથી ફરી હથિયાર મળતા તેના વિરુદ્ધ વધુ એક ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
[ad_2]
Source link