ST નિગમને દિવાળી ફળી, તહેવારમાં એકસ્ટ્રા બસો દોડાવી 6.75 કરોડથી વધુની આવક થઇ

0
335

[ad_1]

ગાંધીનગર, તા. 9 નવેમ્બર 2021, મંગળવાર

ચાલું વર્ષે એસટી તંત્રને દિવાળી ફળી છે, કેમકે એસટી વિભાગને આ દિવાળીની રજાઓમાં કરોડોની આવક થઇ છે. દિવાળીની રજાઓ દરમિયાન હર વર્ષની જેમ આ વર્ષે પણ એસ.ટી. વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.  દિવાળી પર્વ પર 250થી 300 વધારાની બસ મુકવાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ટ્રાફિક જોતા એસટી વિભાગે વધારાની 1500 બસ દોડાવી હતી. 

ચાલું વર્ષે સૌથી વધારે એક્સ્ટ્રા બસોનું સંચાલન સુરત અને અમદાવાદથી કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બસ દાહોદ ઝાલોદ ગોધરા અને સૌરાષ્ટ્ર તરફ કરવામાં આવ્યું હતું. આ સિવાય જો વાત કરીએ તો આ વર્ષે હજારો લોકોએ દિવાળીના વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ મુલાકાત લીધી છે. એસટી વિભાગે કેવડીયા માટે ભરૂચ બરોડા અમદાવાદ સુરત અને રાજકોટથી 60 જેટલા વધારાના વાહનો ચલાવવામાં આવ્યા હતા જેમાં 66,000 જેટલા લોકોએ મુસાફરી કરી.

એક તરફ વતન જવા માટે લોકોનો ટ્રાફિક વધારે હતો જેથી લોકોને જે વાહન મળે તેમાં મુસાફરી કરતા હતા ખાનગી બસ સંચાલકો દ્વારા મોકાનો લાભ લઈને વધારા બસ ભાડા વસુલતા હતા. જેથી લોકો એસટીમાં જવું વધારે પસંદ કર્યું હતું. મુસાફરી માટે ટીકીટ મળી રહે તે માટે હજારો લોકોએ ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું માત્ર 7 નવેમ્બરના દિવસે જ 90,526 લોકોએ બુકિંગ કરાવ્યું હતું. જે માટે નિગમને 1.68 કરોડની આવક થઇ છે જે સમગ્ર દેશમાં સૌથી વધારે છે.

– એસટી નિગમને 6600 ટ્રીપ મારફતે 7 કરોડની આવક થઈ

– એસ.ટી. નિગમને એકસ્ટ્રા 1500 બસો થકી કુલ 1.68 કરોડની આવક

– 30 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી કુલ 1500 બસ મારફતે 10220 ટ્રીપ એસટીને 6.75 કરોડની આવક થઈ

– કેવડીયા માટે ભરૂચ બરોડા અમદાવાદ સુરત અને રાજકોટથી 60 જેટલા વધારાના વહાનો ચલાવ્યા

– એક જ દિવસમાં થયું રેકોર્ડ બ્રેક 90 હજારથી વધુ ટિકિટોનું ઓનલાઇન બુકિંગ

– એસ.ટી.ના કચ્છ વિભાગે આ વર્ષે રૂ. 45 લાખની આવક થઇ જે  દર વર્ષ કરતાં 50 ટકા વધુ છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here