લોક રક્ષક દળનીની 10 હજાર જગ્યાઓ સામે 11 લાખ કરતા પણ વધુ ફોર્મ ભરાયા

0
330

[ad_1]

ગાંધીનગર, તા. 9 નવેમ્બર 2021, મંગળવાર

ગૃહ વિભાગના 100 દિવસમાં 27 હજારથી વધુ જગ્યાની ભરતી પ્રક્રિયા શરૂ કરવાના લક્ષ્યાંક બાદ ગુજરાત પોલીસમાં એલઆરડી (લોકરક્ષક દળ)ની 10,459 જગ્યાની ભરતી જાહેર કરી હતી. જેમાં ફોર્મ ભરવાનો સોમવારે અંતિમ દિવસ હતો. 

સોમવારે રાતે 12 વાગ્યે ફોર્મ ભરવાનું બંધ થયું હતુ.  LRDની 10 હજાર 459 જગ્યાઓ સામે 11 લાખ કરતા પણ વધુ ફોર્મ ભરાયા છે. જેમાંથી 9 લાખ કરતા વધુ ઉમેદવારોએ કન્ફમ કર્યું છે.

લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે. જેમાં મહિલાઓ માટે એસઆરપી સિવાયની બંને કેટેગરીમાં મળીને 1983 જગ્યા અનામત રખાઇ છે.

5 લાખ 56 હજાર 441 વધુ પુરુષો ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જ્યારે 2 લાખ 06 હજાર 266 જેટલી મહિલાઓએ ઉમેદવારી નોંધાવી છે. આગમી 1થી 10 ડિસેમ્બર વચ્ચે શારીરિક કસોટી યોજાશે.

લોક રક્ષક દળની 2 મહિના સુધી ભરતી પ્રક્રિયા ચાલુ રહેશે. 10 ફેબ્રુઆરી સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે. માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં લેખિત પરીક્ષા લેવાશે જયારે કે 20 નવેમ્બર આસપાસ કોલ લેટર ઇસ્યું કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સરકારે તમામ ભરતીઓ માટેની મહત્તમ વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવાનો નિર્ણય લીધો હોવાથી આ ભરતી માટે મહત્તમ વય મર્યાદા 34 વર્ષ રાખી છે. ફિઝિકલ ટેસ્ટમાં પાસ થનારા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે. 

જે ઉમેદવારોએ પો.સ.ઇની ભરતી માટે ફોર્મ ભરેલા હોય અને તેઓ લોકરક્ષક માટે પણ અરજી કરવા માંગતા હોય તો તેઓએ અલગથી અરજી કરવાની હતી. શારીરિક કસોટી બંનેની એકસાથે લેવામાં આવશે. 

PSI-LRDનો ફિઝિકલ ટેસ્ટ સાથે લેવાશે
જે ઉમેદવારોએ અગાઉ જાહેર થયેલી પીએસઆઇની ભરતીનું ફોર્મ ભર્યું હોય અને એલઆરડી માટે અરજી કરવા માગતા હોય તો અલગથી અરજી કરી શકશે. પીએસઆઇ અને એલઆરડી બંનેનો ફિઝિકલ ટેસ્ટ એકસાથે લેવાશે.

100 દિવસમાં ભરતીનું આયોજન કરાશે
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં બિનહથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, ઈન્ટેલિજન્સ ઓફિસર, બિનહથિયારી આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેક્નિકલ સંવર્ગોના પોલીસ સબ-ઈન્સ્પેક્ટર અને ટેક્નિકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષકદળની મળીને અંદાજિત 27847 જગ્યા માટે ભરતીનું આયોજન આગામી 100 દિવસમાં કરવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here