[ad_1]
ભરૂચ : શહેરના પાંચબત્તી વિસ્તારમાં આવેલી રીલીફ સીનેમા પાસે લૂંટની ઘટના બની હતી. ગઈ કાલે બપોરે કેટલાક શખ્સોએ તિલક રાજકુમાર ગુપ્તા નામના વ્યક્તિને રોકી માસ્ક બાબતે વાતચીત કરી હતી. તેઓ તિલક ગુપ્તા પાસેના બે હજાર રૂપિયા રોકડા અને ત્રણ હજારની કિંમતનો મોબાઈલ લૂંટી ભાગી છૂટ્યા હતાં. આ અંગે એ ડીવીઝન પોલીસે તપાસ શરૂ કરી હતી.
દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આ લૂંટ વસંતમિલની ચાલમાં રહેતા શૈલેશ ઉર્ફે ઈલુ અરવિંદ વસાવા, વિજય સોમા વસાવા અને દિવ્યેશ અનીલ વસાવાએ કરી હતી. પોલીસે વોચ રાખી તેમને દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથે લુંટેલા રોકડા રૂપિયા અને મોબાઈલ કબ્જે કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[ad_2]
Source link