[ad_1]
– શાકભાજીની આવકના પગલે ભાવમાં આંશિક ઘટાડો નોંધાયો
રાજકોટ, તા. 9 નવેમ્બર 2021, મંગળવાર
સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડ દિવાળી રજા નિમિત્તે એક સપ્તાહ બંધ રહ્યા બાદ આજે માર્કેટયાર્ડો ખૂલવાની સાથે ભારે ધમધમાટ જોવા મળ્યો હતો અને ખેડૂતોએ ખૂબ ઉત્સાહપૂર્વક કૃષિ પેદાશોના ઢગલા કર્યા હતા.
રાજકોટના બેડી મુખ્ય યાર્ડમાં 16.50 લાખ કિલો મગફળી 6 લાખ કિલો કપાસ સહિત અંદાજે 400 જેટલા વાહનોમાં 300 ટન જણસી ઠાલાવવામાં આવી હતી અને માલના ખરીદ-વેચાણથી બજારો ધમધમતી થઇ હતી.
ગતરાત્રીના સૌરાષ્ટ્રના રાજકોટ ગોંડલ સહિત તમામ માર્કેટયાર્ડ પર વાહનોની લાંબી કતાર લાગી હતી અને રાજકોટમાં રીંગ રોડ ઉપર મોરબી રોડ ક્રોસ થતી જગ્યાએ આશરે ચાર કિલોમીટર લાંબી વાહનોની લાઇન અને ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.
ખેડૂતોને મગફળીના સરેરાશ 900થી 1000 ભાવ મળ્યા હતા તો બીજી તરફ આર.ટી.ઓ કચેરી પાસે આવેલા રાજકોટના શાકભાજી માર્કેટ યાર્ડમાં પણ શાકભાજીની ધૂમ આવક શરૂ થઇ છે. ડુંગળી બટાકા ટામેટા સહિત આશરે 11 ટન શાકભાજી આજે એક દિવસમાં નોંધાયું છે અને મોટા ભાગના શાકભાજીના ભાવ પણ આવકના પગલે આંશિક ઘટાડો જોવા મળ્યો છે.
[ad_2]
Source link