હરિયાણાની મેવાત ગેંગની સંડોવણી બહાર આવી: વડોદમાં બેંકનું એટીએમ ગેસ કટરથી કાપી રૂ. 31.30 લાખ ચોરી કરનાર બે ઝડપાયા

0
277

[ad_1]

– ક્રેટા કારમાં ચોરી કરવા સુરત આવી ઘટનાને અંજામ આપ્યો, પોલીસે હરિયાણાથી બે ને ઝડપી પાડયા, ચોર ગેંગના ચાર હજી વોન્ટેડ
– કાર અને રોકડ મળી રૂ. 6.50 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો

સુરત
વડોદના જગદંબા એસ્ટેટમાં એસબીઆઇ બેંકના એટીએમને ગેસ કટરતી કાપી રોકડા રૂ. 31.30 લાખની ચોરીનો કસબ અજમાવ્યા બાદ આગ ચાંપી દેવાની ઘટનામાં પાંડેસરા પોલીસે હરિયાણાની મેવાત ગેંગના બે ચોરને ઝડપી પાડી ક્રેટા કાર સહિત કુલ રૂ. 6.50 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. જયારે અન્ય ચારની શોધખોળ હાથ ધરી છે.
વડોદના જગદંબા એસ્ટેટમાં એસબીઆઇ બેંકના એટીએમમાં અઠવાડીયા અગાઉ ત્રાટકેલા તસ્કરોએ ગેસ કટર વડે એટીએમ મશીન કાપી તેમાંથી રોકડા રૂ. 31.30 લાખની ચોરીનો કસબ અજમાવ્યો હતો. તસ્કરોએ એટીએમ સેન્ટરમાં ઘુસતાની સાથે સીસીટીવી કેમેરા પર કલરનો સ્પ્રે માર્યો હતો અને ત્યાર બાદ કટર વડે મશીન કાપ્યું હતું અને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં પાંડેસરા પોલીસના હે.કો. હરપાલસિંહ દીપસિંહ અને દિગ્વિજયસિંહ અજીતસિંહ અને પો. કો. સિધ્ધરાજસિંહ ભારતસિંહને મળેલી બાતમી મળી હતી કે ચોરીમાં હરિયાણાની મેવાત ગેંગની સંડોવણી છે. જેના આધારે મેવાત ગેંગ સાથે સંકળાયેલા દિલસાદ ઉર્ફે બબલુ માસુકઅલી સૈયદ (ઉ.વ. 22 રહે. બસેરાનગર, ઉન પાટીયા) ને ઝડપી પાડયો હતો. દિલસાદની પૂછપરછમાં મેવાત ગેંગના તેના સાથીદારો વતન ભાગી ગયા હોવાની કબૂલાત કરતા પોલીસ ટીમે હરિયાણા ખાતેથી જાકીર ઉર્ફે ગુચ્ચુ શાહબુદ્દીન ઉર્ફે કલ્લુ કુરેશી (ઉ.વ. 40 રહે. સુડક, જિ. નુહ, હરિયાણા) ને ઝડપી પાડયો હતો. હરિયાણાથી ચોરી કરવા માટે સુરત આવવા ઉપયોગમાં લીધેલી ક્રેટા કાર નં. ડીએલ-4સીએવાય-9664 અને રોકડા રૂ. 50 હજાર કબ્જે લીધા હતા. દિલસાદ અને જાકીરની પૂછપરછમાં ચોરીમાં તેમના અન્ય સાથીદાર ફારૂક ઇદ્રીશ કુરેશી (ઉ.વ. 45 રહે. બાજીદપુર. તા. પીનગવા, જિ. નુહ, હરિયાણા), મુસ્તકીન મેવ (ઉ.વ. 30 રહે. બીસંબરા, તા. કોશીકલા, જિ. મથુરા, યુ.પી), મુસ્તકીન મેવ (ઉ.વ. 31 રહે. ડાલાબાસ, તા. તાવડુ, જિ. નુહ, હરિયાણા) અને અજરૂ મેવ (ઉ.વ. 32 રહે. સાલાકા, તા. તાવડુ, જિ. નુહ, હરિયાણા) ના નામ બહાર આવ્યા છે. પોલીસે ઝડપાયેલા બંનેના સાત દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here