[ad_1]
– એક બિસ્કીટ ખરીદવાના બહાને આવ્યો, બીજો બાઇક ચાલુ રાખી બહાર ઉભો રહ્યો, બાઇક નંબરના આધારે પોલીસની શોધખોળ
સુરત
રાંદેર રોડ રામનગરના શ્રીજી કોમ્પ્લેક્ષમાં મુકેશ કિરાણા જનરલ સ્ટોર્સ નામની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં બિસ્કીટ ખરીદવાના બહાને આવી વૃધ્ધ દુકાનદારના ગળામાંથી રૂ. 73.650 ની કિંમતની સોનાની ચેઇન આંચકીને ભાગી જનાર બાઇક સવાર બે સ્નેચર વિરૂધ્ધ રાંદેર પોલીસમાં ફરીયાદ નોંધાય છે.
રાંદેર રોડ રામનગર સ્થિત દીપમાલા સોસાયટીમાં શ્રીજી કોમ્પ્લેક્ષમાં મુકેશ કિરાણા જનરલ સ્ટોર્સ નામની દુકાનમાં બે દિવસ અગાઉ ગ્રાહકના સ્વાંગમાં બે ચેઇન સ્નેચર આવ્યા હતા. એક સ્નેચર બાઇક પર બેઠો હતો અને બીજો દુકાનમાં બિસ્કીટ ખરીદવા આવ્યો હતો. દુકાનદાર ગોપાલ લાદુલાલ મુંદડા (ઉ.વ. 63 રહે. એ 801, ઓલ્મીયા ફ્લેટ્સ, ઝઘડીયા ચોકડી, શ્રીજી નગરી નજીક, ઉગત રોડ) એ ગ્રાહકના સ્વાંગમાં આવનાર સ્નેચરને બિસ્કીટ આપી હતી. પરંતુ આ અરસામાં તકનો લાભ લઇ સ્નેચરે ગોપાલભાઇના ગળામાંથી 22.120 ગ્રામ વજનની સોનાની ચેઇન કિંમત રૂ. 73,650 ની આંચકી લીધી હતી અને બાઇક પર સવાર તેના સાથીદાર સાથે બેસી ભાગી ગયો હતો. ગોપાલભાઇએ બુમાબુમ કરવાની સાથે સ્નેચરની બાઇકનો નં. જીજે-05 એસએફ-3259 નોંધી લીધો હતો અને ઘટના અંગે રાંદેર પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે બાઇક નંબર અને સીસીટીવી ફૂટેજના આધારે ચેઇન સ્નેચરોનું પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી છે.
[ad_2]
Source link