[ad_1]
વડોદરા, તા. 9 નવેમ્બર 2021 મંગળવાર
વાઘોડિયા તાલુકાના જેસીંગપુરા ગામે રોયલ લાઈફ નામની પ્રેરણા ડુપ્લેક્સ ફ્લેટ અને કોમર્શિયલ નવી સ્કીમમાં સારો નફો મળશે તેમ જણાવી સમા-સાવલી રોડ પર સંગાથ બંગ્લોઝમાં રહેતા સુનિલ આસનદાસ મખીજા અને તેના ભાઈ દિપકે વડોદરામા રેવારન્ય સોસાયટીમાં રહેતા પ્રશાંત કુમુદચંદ્ર ત્રિવેદીને 10 ટકા ભાગીદાર તરીકે રાખી રૂપિયા એક કરોડનું રોકાણ કરાવ્યું હતું. રોકાણ સામે દર ત્રણ મહિને હિસાબ કરવો અને રૂપિયા ભાગ પ્રમાણે વેચવાનું નક્કી થયું હતું.
આ અંગે થયેલા ભાગીદારી કરારનું બન્ને બંને ભેજાબાજ ભાઈઓએ પાલન કર્યું ન હતું અને મિલકતોના વેચાણ દસ્તાવેજ બારોબાર કરીને છેતરપિંડી કરી હતી. વાઘોડિયા પોલીસે બંને ભેજાબાજો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
[ad_2]
Source link