પોલીસ ફાયરિંગમાં કુખ્યાત પિતા-પુત્રનાં મોત

0
351

[ad_1]


– પાટડીના ગેડીયા ગામના બનાવથી હડકંપ : હુમલાના વળતા જવાબમાં કરાયેલા 

– અથડામણમાં પીએસઆઇ સહિત સાત પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત : ઘટનાને પગલે ગામમાં પોલીસનો કાફલો ખડકી દેવાયો : રેન્જ આઇજી ઘટના સ્થળે દોડી આવ્યા : મૃતકના પરિવારજનોના લાશ સ્વીકારવાના ઇન્કારથી ગેંડીયા ગામમાં તંગદીલીભર્યો માહોલ  સર્જાયો

– તાડપત્રી ગેંગના મુખ્ય સુત્રધારને પકડવા ગયેલી બજાણા પોલીસના પીએસઆઇ સહિતના કાફલા પર બે રાઉન્ડ ફાયરિંગ કરીને ટોળાનો હિંચકારો હુમલો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ગેંડીયા ગામનો અને તાડપત્રી ગેંગનો વોન્ટેડ મુખ્ય સુત્રધાર હનિફ ખાન દિવાળીના તહેવારને લઇ ગામમાં આવ્યો હોવાની બજાણા પોલીસને બાતમી મળતા પીએસઈઆઇ સહિતના કાફલાએ આરોપીને ત્યાં દરોડો પાડયો હતો. જેના પગલે આરોપીના પક્ષે ધારિયા સહિતના હથિયારો વડે પોલીસ પર પિસ્તોલમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ ટોળાએ હિંચકારો હુમલો કર્યો હતો. જેના વળતા જવાબમાં પીએસઆઇએ સર્વિસ રિવોલ્વારમાંથી ફાયરિંગ કરતા જુદા જુદા ૮૬ ગંભીર ગુનામાં સંડાવાયેલા પિતા અને પુત્રનું ગંભીર ઇજાથી મોત નિપજ્યા હતા.અથડામણમાં પીએસઆઇ સહિત સાત જેટલા કર્મચારીઓને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા. આ ગુનાની ગંભીરતાને લઇ ગામમાં પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો. રેન્જ આઇજી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. જયારે બીજી બાજુ મૃતક પિતા-પુત્રને લાશ સ્વીકારવાનો પરિવારજનોએ ઇન્કાર કરતા ગામમાં તંગદીલીભર્યો માહોલ છવાયો હતો. 

 ઝાલાવાડનાં લોકો દિપાવલી પર્વ અને નૂતનવર્ષની ઉજવણીમાં વ્યસ્ત હતા ત્યારે  બજાણા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ વી.એન જાડેજાને બાતમી મળી હતી કે, ધ્રાંગધ્રા તાલુકા પોલીસસ્ટેશનમાં નોંધાયેલા  ગુજસીટોકની  ગુનાના અને હાઈવે ઉપરની ચોરીઓ, લૂંટ જેવા ૮૬ જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલો તેમજ ૫૯ જેટલા ગુનામા વોન્ટેડ એવો આરોપી હનીફખાન ઉર્ફે કાળો મુન્નો અમીરખાન જતમલેક પોતાના ગામ ગેડીયા ખાતે ઘરે ટુંક સમય માટે આવેલો છે, આ માહીતી મળતા પીેએસ.આઈ વી.એન.જાડેજા અને તેમની ટીમે દરોડો પાડયો હતો અચાનક આવી ચુકેલી પોલીસને જોઈ હનીફખાન ઉર્ફે કાળો મુન્નોએ પકડાઈ જવાની બીકથી પોતાની પાસે રહેલી ગેરકાયદે પિસ્તોલમાંથી પોલીસ ઉપર ધડાધડ ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતુ. હનીફખાનના દિકરા મદિન ખાને પણ પોલીસ ઉપર લોખંડના ધારીયાથી હુમલો કરી દીધો હતો.

આથી પી.એસ.આઈ વી.એન જાડેજાએ પોતાના સ્વબચાવ માટે તેમજ સ્ટાફના બચાવ માટે વળતા જવાબ રૂપે પોતાની સર્વિસ રીવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતુ જેમાં આરોપી હનીફખાન ઉર્ફે કાળો મુન્નો અમીરખાન જતમલેક અને તેના દિકરા મદિનખાન હનીફખાન જતમલેક બન્નેને ગંભીર ઈજાઓ પહોંચતા સુરેન્દ્રનગરની સરકારી હોસ્પીટલ સારવાર અર્થે લવાયા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા બન્નેના મોત થયા હતા.આ અથડામણ દરમિયાન પી.એસ.આઈ વી.એન. જાડેજા સહીત સાત પોલીસ કર્મચારીઓને પણ ઈજાઓ થઈ હતી. જેમને સુરેન્દ્રનગરની સી.જે. હોસ્પિટલ, પાટડીની હોસ્પિટલ વિગેરે જગ્યાએ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવની જાણ થતા ઈન્ચાર્જ એસ.પી. એચ.પી દોશી, એલ.સી.બી, એસ.ઓ.જી તથા જીલ્લાની પોલીસ સહીતનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પીટલે ખડકી દેવાયો હતો અનેક ગંભીર ગુનાઓને અંજામ આપનાર તેમજ પોલીસ ઉપર હુમલા કરનાર કુખ્યાત આરોપી અને તેના પુત્રના મોતના સમાચાર વાયુવેગે ફેલાતા જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી હતી. રાજકોટ રેન્જ આઈ.જી. સંદીપસિંઘે પણ ગેડીયા ગામની અને સુરેન્દ્રનગરમાં હોસ્પીટલે સારવાર લઈ રહેલા પોલીસ કર્મચારીઓની મુલાકાત લીધી હતી.

ઈન્ચાર્જ એસ.પી,ડી.વાય.એસ.પી એચ.પી.દોશીએ  સમગ્ર ઘટનાક્રમથી વાકેફ કર્યા હતા આ બનાવ બાદ હનીફખાનના પરિવારજનોએ પિતા-પુત્રની લાશ સ્વિકારવાનો ઈન્કાર કર્યો હતો પરંતુ અંતે લાશ સ્વીકારી લેવામા આવી હોવાનું જાણવા મળેલ છે. ગેડીયાની ઘટનાને લઈને સોશિયલ મિડીયામાં અનેક લોકોએ પોસ્ટ વાયરલ કરીને સરકાર સમક્ષ માંગ કરી છે કે, ૮૬ ગુનામાં સંડોવાયેલા અને ૫૯ ગુનામાં ફરાર આરોપીને પકડવા ગયેલી પોલીસ ઉપર હુમલો થાય તો સ્વબચાવમાં પોલીસ કાર્યવાહી યોગ્ય છે તેથી પોલીસતંત્રનું મોરલ તુટે નહી તે રીતે આ કેસમાં કાર્યવાહી કરવામાં આવે, ભિવષ્યમા આવા ખુંખાર આરોપીને પકડવા જતી વખતેક પોલીસને બે વાર વિચાર કરવો પડે તેવી કાર્યવાહી ન થાય તે જોવુ જોઈએ એવી લાગણી સોશ્યલ મીડીયામાં વહેતી થઈ હતી. 

પી.એસ.આઈને ફાયરિંગની ફરજ કેમ પડી..?

ગુજસીટોક સહિતના ૫૯ જેટલા ગંભીર ગુનામાં વોન્ટેડ હનીફખાનને બાતમીના આધારે પકડવા ગયેલા પી.એસ.આઈ વી.એન.જાડેજાના જણાવ્યા મુજબ અચાનક પોલીસને જોઈ આરોપી હનીફ ખાને પકડાઈ જવાની બીકે બુમાબુમ કરી પોતાના સાગરીતો-પાડોશીઓને બોલાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ ઘરમાંથી  ઉપર ફાયરીંગ કર્યુ હતુ તેમ છતા દોડીને મે તેને અંદર જઈ પકડી લીધો હતો ત્યારે તેની પિસ્તોલ આંચકવા જતા તેના પુત્ર બીજો રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતુ જ્યારે તેના પુત્ર મદીનખાને મારા ઉપર ધારીયાથી હુમલો કર્યો હતો આથી સ્વબચાવમાં મારે ફાયરીંગ કરવુ પડયુ હતુ. 

રેન્જ આઈ.જી.એ મુલાકાત લીધી

ઘટનાની ગંભીરતા સમજી ઈન્ચાર્જ એસ.પી. અને ડી.વાય.એસ.પી. એચ.પી દોશીએ ગેડીયા ગામે જ કેમ્પ બનાવીને એસ.આર.પી, એલ.સી.બી, એસ.ઓ.જી તથા જીલ્લાની પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ શાંતિ અને સલામતી જાળવવા પ્રયાસો કર્યા હતા. જ્યારે બનાવની જાણ થતા રાજકોટ રેનજ આઈ જી સંદીપસિંધે પણ ગેડીયા ગામની મુલાકાત લીધી હતી. તેમજ તેમણે સુરેન્દ્રનગરની સી.જે.હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓની પણ મુલાકાત લઈ ખબર અંતર પુછયા હતા. 

કુખ્યાત આરોપીઓને પોલીસનો ડર રહ્યો જ નથી 

હાઈવે ઉપર તરખાટ મચાવતી ગેડીયા-તાડપત્રી ગેંગના સભ્યો ગંભીર ગુનાઓને અંજામ આપતા કોઈપણ વ્યકિત ઉપર જીવલેણ હુમલો કરતા હતા પોલીસ ઉપર પણ હુમલો કરતા જરાપણ ડર લાગતો ન હતો મૃતક હનીફખાને બે વાર પોલીસ ઉપર હુમલો કર્યો હતો. આ ગેંગ દ્વારા અગાઉ લીંબડીના પી.એસ.આઈ વરૂ ઉપર કાર ચડાવી, ફાયરીંગ કરી હુમલો કરાયો હતો એલ.સી. બી પી.આઈ ડિ.એમ. ઢોલ અને સાથી કર્મચારીઓ ઉપર હુમલો કર્યો હતા.

મૃતક આરોપી અને તેના પરિવારના સભ્યોની અનેક ગુનામાં સંડોવણી 

ગેડીયા ગામના મૃતક આરોપી હનીફખાન ઉર્ફે કાળો મુન્નો અને તેના પરિવારના સભ્યો અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળેલ છે. મૃતક આરોપી હનીફખાન ઉર્ફે કાળો મુન્ના ઉપર કુલ ૮૬ ગુનાઓ દાખલ છે. જેમાં તે કુલ ૫૯ ગુનાઓમાં ફરાર હતો. તેમજ અગાઉના પોલીસ ઉપર જીવલેણ હુમલાના બે ગુનામાં ફરાર હતો. તેની પત્નિ બિલ્કીશ બેન ઉર્ફે બિલુ સામે પણ ગુજસીટોક સહીત ૬ ગુનાઓ નોંધાયેલા છે અને હાલ તે લાંબા સમયથી સાબરમતી જેલમાં છે મૃતક આરોપીનો ભાઈ રસીદખાન પણ રાજકોટ સેન્ટ્રલ જેલમાં છે તેની સામે ખુન અને પોલીસ ઉપર હુમલાના ગુનાઓ નોંધાયેલા છે મૃતક હનીફખાનના સાળા વસીમખાન બિસ્મીલાખાન જતમલેક સામે પણ ખુન-ગુજસીટોકના ગુના નોંધાયેલ છે. અને તે સાબરમતી જેલમાં છે. મામાજીનો દિકરો હજરતખાન અનવરખાન ૮૦ જેટલા ગુનાઓમાં સંડોવાયેલા છે. અને હાલ તે પણ ગુજસીટોક હેઠળ સાબરમતી જેલમાં છે આમ, મૃતક હનીફખાન ઉર્ફે કાળો મુન્નોનું ખાનદાન ગંભીર ગુનાઓમાં સંડોવાયેલુ છે.

ગેડીયા ગેંગના 20 પૈકી 17 સભ્યો જેલમાં સજા કાપે છે

હાઈવે ઉપર તરખાટ મચાવતી ગેડીયાગેંગમાં અંદાજે ૨૦ જેટલા ખુંખાર સભ્યો હોવાનુ જાણવા મળેલ છે. ચોરી, લૂંટ જેવા ગંભીર ગુનાઓ આચરતી આ ગેંગને નેસ્તનાબુદ કરવા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે શરૂ કરેલી કડક કામગીરી દરમિયાન રાજ્ય સરકારે લાગુ કરેલા ગુજસીટોકના કાયદા હેઠળ ૧૭ જેટલા આરોપીઓ વિવિધ જેલમાં હવા ખાઈ રહ્યા હોવાનું જાણવા મળે છે

હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા પોલીસ કર્મચારીઓ

આરોપી હનીફખાન ઉર્ફે કાળો મુન્નોએ કરેલા ત્રણ રાઉન્ડ ફાયરીંગ અને તેના પુત્ર મદીનખાન ધારીયાથી કરેલા હુમલામાં પી.એસ.આઈ વી.એન.જાડેજા, હે.કો.રાજેશભાઈ જીવણભાઈ, લોકરક્ષક શૈલેષભાઈ પ્રહલાદભાઈ કઠેવાડીયા, પોલીસ કોન્સ્ટેબલ કિરીટભાઈ ગણેશભાઈ સોલંકી, દિગ્વીજયસિંહ અજીતસિંહ ઝાલા, પ્રહલાદભાઈ પ્રમુભાઈ ચરમટા અને મનુભાઈ ગોવિંદભાઈ ફતેપરા ઈજાગ્રસ્ત થતા હાલ સારવાર ચાલી રહી છે.

કોની-કોની સામે ફરિયાદ નોંધાઈ ?

ગેડીયા ગામે પોલીસ ઉપર હુમલો અને પોલીસ સાથેની અથડામણમાં પિતા-પુત્રના થયેલા મોતના બનાવમાં (૧)હનીફખાન ઉર્ફે કાળો મુન્નો(મરણજનાર) (૨)મદીનખાન હનીફખાન જતમલેક(મરણ જનાર)(૩)હનીફાબેન  બિસ્મીલ્લાખાન જતમલેક (૪)ઈસ્માઈલખાન  બિસ્મીલ્લાખાન જતમલેક (૫) હવાબેન અમીરખાન જતમેલ(૬)અમીરખાન જતમલેક(૭)અતુલભાઈ મોતીભાઈ તેમજ ૧૦થી૧૫ અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધી પોલીસે તપાસની કાર્યવાહી શરૂ કરી છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here