[ad_1]
ભુજ, સોમવાર
કોરોના સંક્રમણ ઓછું થતાં લોકો દિવાળીની રજાઓ મનભરીને માણી રહ્યા છે. હાલે કચ્છમાં ગુજરાત અને રાજ્ય બહારાથી પ્રવાસીઓના ઘોડાપુર ઉમટયા છે. જેના કારણે પ્રવાસન સૃથળ હોય કે ધાર્મિક સૃથાન તમામ જગ્યાએ મેળા જેવો માહોલ છે. જેના કારણે બે વર્ષાથી આિાર્થક મંદી ભોગવતા નાના વેપારીઓાથી લઈને હોટલ ઉદ્યોગકારોને તડાકો પડી ગયો છે. લાભપાંચમ સુાધી હજી આવી જ સિૃથતિ રહેશે.
કચ્છમાં એક તરફ ધંધાર્થે ગયેલા લોકો માદરે વતન તહેવાર મનાવવા આવ્યા છે. તો બીજીતરફ ટુરીસ્ટોનો જમાવડો થયો છે. જેના કારણે સવાર થી મોડી રાત સુાધી શહેરો તો ઠીક જોવાલાયક સૃથળો ધરાવતા નાના ગામડાઓ પણ ધમાધમી રહ્યા છે. સૃથાનિક લોકો પોતાના દેવસૃથાનોએ માથું નમાવવા પહોંચી રહ્યા છે તો બીજીતરફ લોકો હરવાફરવાની મોજ માણ ીરહ્યા છે. માતાના મઢમાં નવરાત્રીમાં જેવી ભીડ હોય તેનાથી પણ વધુ લોકો ઉમટી રહ્યા છે. ભાઈબીજના જ ૫૦ હજારાથી વધુ લોકોએ મઢમાં શીશ નમાવ્યું હતું. આમ, સરેરાશ દિવાળી થી આજદિન સુાધી દોઢ લાખાથી વધુ લોકો દર્શન કરી ગયા છે. લાભ પાંચમ સુાધી આવો જ ધસારો જોવા મળશે. બીજીતરફ ભુજ ખાવડા માર્ગ ધમાધમતો થઈ ગયો છે. રણોઉત્સવ ચાલુ થઈ જતાં ટુરીસ્ટો સફેદ રણની મજા માણવા પહોંચી રહ્યા છે. જેના કારણે કાળો ડુંગર પર પણ મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. માંડવી બીચ, નારાયણ સરોવર , લખપત કિલ્લો , ઝારાનો ડુંગર, પીંગલેશ્વર મહાદેવ, ભદ્રેશ્વર, બૌતેર જિનાલય, અંબેાધામ, ખેતાબાપા સૃથાનક, વિાથોણ, ક્રાંતિ તીર્થ, મોટા યક્ષ સહિતના સૃથળ તો પુર્વ કચ્છમાં જેસલતોરલ સમાધી, છીપ્પર પોઈન્ટ, ધોળાવીરા સહિતના સૃથળો પર પ્રવાસીઓ મોજ માણ ીરહ્યા છે. ભુજના આઈના મહેલ, પ્રાગ મહેલ, કચ્છ મ્યુઝીયમ , સ્વામિનારાયણ મંદિરે પણ હજારો મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. કચ્છમાં ટુરીસ્ટોના આગમનાથી હોટલ, ધર્મશાળા, ગેસ્ટહાઉસ સહિતના તમામ રહેણાંક સૃથળો હાઉસફુલ થઈ ગયા છે. તો રૃમોના ભાવ પણ ડબલ થઈ ગયા છે.
[ad_2]
Source link